મહિલા હોવું એટલે શું? ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ‘શક્તિ મહાસન્માન’માં મળ્યો તેનો જવાબ
આજે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે ઝી 24 કલાકે વિવિધ ક્ષેત્રોમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન કર્યું છે. ઝી 24 કલાક દ્વારા શક્તિ મહાસન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમર, અમદાવાદના મેયર બિજલ પટેલ, મહીસાગરના એસપી ઉષા રાડા, ગુજરાતની લોકગાયિકા ગીતા રબારી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં નારી શક્તિ અને સંઘર્ષની જીવંત કથારૂપ આ તમામ મહિલાઓએ કાર્યક્રમમાં પોતાના જીવનના અનુભવો વર્ણવ્યા હતા. અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલી આ તમામ મહિલાઓએ એક મહિલા હોવું એટલે શું? અને એક મહિલા તરીકે સમાજ પાસે તેમને શું અપેક્ષા છે તે અંગે ચર્ચા કરી હતી. ઝી 24 કલાકે ગુજરાતમાં મહિલા શક્તિની મિસાલ સમાન આ તમામ મહિલાઓનું સન્માન યોજી મહિલા દિવસની ઉજવણી કરી.