ZEE 24 KALAK મહાસન્માન
ZEE 24 KALAK દ્વારા આજે સાંજે સાત વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાનીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના જ હાથે ગુજરાતના ગૌરવવંતા ઉધમીઓને સન્માનવાનો કર્ય્રક્મ રાખવામાં આવ્યો હતો. ZEE 24 KALAK મહાસન્માન એવોર્ડથી ગુજરાતના ઉધમીઓને બિરદાવવામાં આવ્યા હતા. ગુજરાતની હવામાં જાણે સદીઓથી વેપાર વહી રહ્યો છે. અહી ઉદ્યમી થવા માટે કોઈ ટ્રેનીંગની જરૂર નથી કારણ કે વેપાર જાણે વારસામાં જ મળ્યો છે. ગુજરાતની ધરતીને આવા જ ઉધમીઓએ દેશ વિદેશમાં સન્માન અપાવ્યું છે. આથી જ આવા જ ખંતીલા ઉદ્યોગ સાહસિકોને બિરદાવાનો અવસર એટલે `ZEE 24 KALAK મહાસન્માન`. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આવા ઉધમીઓને તારીખ 10 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે અમદાવાદ ખાતે `ZEE 24 KALAK મહાસન્માન` નામના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં રાજ્ય મુખ્યમત્રી ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, અમદાવાદના મેયર બીજલબેન પટેલ સહીત ઉદ્યોગ જગતના નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમૂલના એમ.ડી. આર.એસ. સોઢી, વાડીલાલ આઈસ્ક્રીમના ડાયરેક્ટર દેવાંશુ ગાંધી, ચીરીપાલ ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચીરીપાલ સહીત MSME સેક્ટરના અનેક ઉદ્યોગપતિઓને એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.