આજે ગુજરાત રાજ્યનું બજેટ (Gujarat Budget 2020) વિધાનસભામાં રજૂ થશે. આજે બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે. બજેટસત્રની શરૂઆતમાં 1 કલાક પ્રશ્નોત્તરી કાળ રહશે. જેમાં રાજ્યના મોટાભાગના તમામ વિભાગ જેમ કે કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર, અન્ન નાગરિક પુરવઠા, અને મત્સ્ય ઉદ્યોગ જેવા વિભાગની પ્રશ્નોત્તરી યોજાશે. ત્યાર બાદ અગત્યની બાબત અંતર્ગત માછીમારોના અપહરણનો મુદ્દો ચર્ચાશે. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આગામી વર્ષનું બજેટ રજૂ કરશે.