protest against Sri Lanka government: શ્રીલંકાના દક્ષિણ પશ્વિમી રામબુક્કાના વિસ્તારમાં ઇંઘણની વધતી જતી કિંમતોના પ્રદર્શન દરમિયા થયેલી હિંસા બાદ કર્ફ્યૂ યથાવત રહેશે. શ્રીલંકાની પોલીસે આ જાણકારી આપી. પોલીસ દ્રારા ભીડને વિખેરવા માટે કરવામાં આવેલી ગોળીબારીમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામબુક્કાનામાં થઇ ઘટના
અધિકારીઓના જણાવ્યા અનુસાર રામબુક્કાનાના કેગાલે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવેલા 13 પ્રદર્શનકારીઓમાંથી ઓછામાં ઓછા 3 ની સ્થિતિ ગંભીર છે. ઘટનામાં 15 પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી છે. પોલીસ પ્રમુખ ચંદન વિક્રમરત્નેએ કહ્યું કે વિસ્તારમાં લગાવવામાં આવેલો કર્ફ્યૂ યથાવત રહેશે. પ્રદર્શનકારી હિંસક થઇ ગયા હતા અને તેમણે રેલવેના પાટા પર જામ કરી દીધો હતો. તે જૂના ભાવે ઇંધણ ખરીદવાની માંગ કરી રહ્યા હતા. 


પોલીસે છોડ્યા અશ્રૂસેલ
તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસે બે 'ઇંધણ ટેંકર' ની વ્યવસ્થા કરી, તો પ્રદર્શનકારીઓએ રેલવેના પાટાને અવરોધ કરતાં એક વાહનની બેટરી નિકાળી દીધી. પોલીસ પ્રમુખે કહ્યું કે પોલીસે અશ્રૂ ગેસ છોડ્યા અને હળવો બળ પ્રયોગ કર્યો .


આર્થિક સંકટ
શ્રીલંકા અપ્રત્યાશિત આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા અને લોકો સતત સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં પ્રદર્શનોમાં પહેલીવાર એક વ્યક્તિનું મોત થયું છે. સાર્વજનિક સુરક્ષા મંત્રાલયના ટોચના અધિકારી જગત અલવિસે કહ્યું કે પ્રદર્શનકારીઓએ 33,000 લીટર ઇંધનથી ભરેલા ટેંકરને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો. ભીડને આમ કરતાં રોકવા માટે પોલીસે મજબૂરીમાં ગોળીઓ ચલાવવી પડી. 


ગોળીબારની નિંદા
અલવિસે કહ્યું કે પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવા માટે અત્યાધિક બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહી તેની તપાસ માટે 3 સભ્યોની સમિતિ નિયુક્ત કરવામાં આવી છે. અમેરિકા, યૂરોપીય સંઘ અને સંયુક્ત રાષ્ટ્રના દૂતાવાસોએ નિવેદન જાહેર કરી પોલીસની ગોળીબારીની નિંદા કરી છે. શ્રીલંકામાં ઇંઘણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા સ્થળો પર લોકોએ તેના વિરૂદ્ધ પ્રદર્શન કર્યું. 


ભાવમાં વધારો
દેશમાં તેલ એકમો ઇંધણની કમીના કારણે નિયમિતરૂપથી ભાવમાં વધારો કરી રહી છે. આ દરમિયાન શ્રમ સંગઠનોએ સામૂહિક રૂપથી કહેવામાં આવ્યું કે ચાલી રહેલા સંકટના કારણે સરકાર પર રાજીનામું આપવાનું દબાળ બનાવવા માટે એક કાળો વિરોધ શરૂ કરશે. શિક્ષકોના શ્રમ સંગઠન પ્રમુખ જોસેફ સ્ટાલિને કહ્યું કે અમે કાળા કપડાં પહેરીને પ્રદર્શન કરીશું. 


વિંદેશી મુદ્રામાં ઘટાડો
શ્રીલંકા 1848 માં બ્રિટનથી આઝાદ થયા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. દેશમાં વિદેશી મુડ્રાની ભારે અછત સર્જાઇ છે. જેથી તે ખાદ્ય પદાર્થો અને ઇંધણના આયાત માટે ચૂકવણી કરી શકતા નથી. તેને લઇને દેશમાં ઘણા દિવસોથી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube