1 વર્ષ 7 મહીનાની બાળકીએ આ રીતે બચાવ્યો ત્રણ લોકોનો જીવ!
માતા Jenni એ લખ્યું છે કે ‘તેણે કદાચ થોડા દિવસ પહેલા જ અમને છોડી દીધા હતા. મેં તેની સાથે વાત કરી અને એક છેલ્લી કિસ્સ પણ કરી હતી.
આ ઘટના મેક્સિકોની છે. ત્યાના Monterrey શહેરની એક બાળકીએ હાલમાં ચર્ચાનો વિષય બની છે. આ બાળકીની ઉંમર માત્ર 1 વર્ષ 7 મહીનાની છે. Alondra Torres Arias નામની આ બાળકીનું બ્રેન ડેડ થઇ ગયું હતું. માતા-પિતાએ બાળકીની કિડની અને લિવર ડોનેટ કરવાનો વિચાર કર્યો હતો. બાળકીને હોસ્પિટલ તરફથી ગાર્ડ ઓફ ઓનરનું બિરુદ આપવામાં આવ્યું છે.
વધુમાં વાંચો: OMG...આ તે કેવા લગ્ન? યુવતીના ભાવિ પતિ વિશે જાણી ચક્કર ખાઈ જશો
પેરેન્ટ્સે કહ્યું ‘ગુડ બોય’
Alondraની માતા Jenni Barrazaએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં તેની દિકરીને ગુડ બોય કહ્યું, તેમણે ખબર હતી કે સર્જરી બાદ તેમની દિકરી મોતને ભેટશે. Jenni એ લખ્યું છે કે ‘તેણે કદાચ થોડા દિવસ પહેલા જ અમને છોડી દીધા હતા. મેં તેની સાથે વાત કરી અને એક છેલ્લી કિસ્સ પણ કરી હતી. તેના અંગોનું દાન કરી તેણે ત્રણ બાળકોનો જીવ બચાવ્યો છે.’
આ દેશના રાષ્ટ્રપતિએ અમેરિકા સાથે તોડ્યો સંબંધ, કહ્યું-'ધિક્કાર છે તમારા પર, જતા રહો અહીંથી'
ગમગીન થયું હોસ્પિટલ
Alondraના પિતાએ કહ્યું કે, ‘હોસ્પિટલમાં બધા શાંત હતા, દરેકે તેના આ સારા કામની પ્રશંસા કરી અને હાથ જોડાયા હતા, અમે આગળ વધતા રહ્યાં હતાં. અમે લોકો ત્યાંથી આગળ વધ્યા ત્યાં પણ વધુ લોકો હાજર હતા. અમને ખૂબ ગર્વ થયો.'