Bangladesh માં મળી ભગવાન વિષ્ણુની 1000 વર્ષ જૂની અત્યંત કિંમતી મૂર્તિ
બાંગ્લાદેશમાં પોલીસે એક શિક્ષક પાસેથી ભગવાન વિષ્ણુની કાળા રંગની એક મૂર્તિ જપ્ત કરી છે.
ઢાકા: બાંગ્લાદેશમાં પોલીસે એક શિક્ષક પાસેથી ભગવાન વિષ્ણુની કાળા રંગની એક મૂર્તિ જપ્ત કરી છે. જે 1000 વર્ષથી પણ જૂની હોવાનું મનાય છે. ન્યૂઝ પેપર ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ પોલીસે ક્યૂમિલા જિલ્લાના બોરો ગોઆલી ગામથી આ મૂર્તિ મેળવી.
દોઢ મહિનાથી છૂપાવી રહ્યો હતો વાત
કાળા પથ્થરની આ મૂર્તિની ઊંચાઈ લગભગ 23 ઈંચ અને પહોળાઈ 9.5 ઈંચ છે. તેનું વજન લગભગ 12 કિગ્રા છે. દાઉદકંડી પોલીસ મથકના ઈનચાર્જ અધિકારી નઝરૂલ ઈસ્લામે કહ્યું કે અબુ યુસુફ નામના એક શિક્ષકને દોઢ મહિના પહેલા મૂર્તિ મળી હતી. પરંતુ તેણે અમને જાણ કરી નહીં. ગુપ્ત બાતમીના આધારે અમે સોમવારે રાતે તેના ઘરેથી આ મૂર્તિ જપ્ત કરી.
પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરમાં કરી તોડફોડ, ફેસબુક લાઇવ કરી શેર કર્યો Video
ખુબ કિંમતી છે આ મૂર્તિ
જો કે યુસુફે કહ્યું કે મે લગભગ 20-22 દિવસ પહેલા એક તળાવથી માટી ખોદતી વખતે આ મૂર્તિ જોઈ હતી. અમે પોલીસને જાણ કરી શક્યા નહીં કારણ કે અમે કામમાં વ્યસ્ત હતા. ચટ્ટોગ્રામ સંભાગીય પુરાતત્વ વિભાગના પૂર્વ ક્ષેત્રીય નિદેશક અતાઉર રહેમાને કહ્યું કે ભગવાન વિષ્ણુની આ મૂર્તિ ખુબ જ કિંમતી છે. કદાચ તે 1000 વર્ષ કરતા પણ જૂની છે. તેને યોગ્ય સંરક્ષણ માટે તરત મેનમાતી સંગ્રહાલયને સોંપી દેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube