કાબુલઃ સોમવારે દક્ષિણ અફઘાનિસ્તાનમાં થયેલા એક સુરંગ વિસ્ફોટમાં એક વાહન આગમાં સ્વાહા થઈ ગયું હતું. આ ઘટનામાં કુલ 11નાં મોત થયા હતા, જેમાં 7 બાળકો હતા. કંદહારના રાજ્યપાલના પ્રવક્તા હયાતુલ્લા હયાતે જણાવ્યું કે, કંદહારના ખાકરેઝ જિલ્લામાં આ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 22 બાળકો અને 8 મહિલા મળીને કુલ 23 લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકોની સ્થિતી ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, પયગંબર મોહમ્મદના સંબંધી અને સાથી એવા સુફી શાહ આગાના મકબરાની ઝિયારત કરીને શ્રદ્ધાળુઓ પાછા આવી રહ્યા હતા એ સમયે આ ઘટના ઘટી હતી. હજુ સુધી આ ઘટનાની કોઈએ જવાબદારી સ્વીકારી નથી. તાલિબાનોએ જણાવ્યું કે, તેઓ રોડસાઈડ બોમ્બ અને સુરંગ વિસ્ફોટનો ઉપયોગ સુરક્ષા દળો સામે કરતા હોય છે, ક્યારેય નાગરિકો પર તેઓ આ પ્રકારનો હુમલો કરતા નથી. 


અમેરિકાઃ 18 મહિનાના બાળકને ધમકાવનારા શખ્સને પોલીસે મારી ગોળી 


ઉત્તરમાં આવેલા બાલ્ખ પ્રોવિન્સમાં રવિવારે થયેલા એક સુરંગ વિસ્ફોટમાં 2 બાળકોનાં મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષના કારણે અનેક સ્થળે સુરંગો ગોઠવેલી છે, જેના બોમ્બ ઘણી વખત બાળકોના હાથમાં આવી જતા હોય છે. 


જૂઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....