Israel: Pfizer vaccine લગાવ્યા બાદ પણ 12 હજારથી વધુ લોકો થયા Corona Positive
નેશનલ કોર્ડિનેટર નચમન એશએ કહ્યું કે `ફાઇઝર (Pfizer) ની રસી જેટલી અમે વિચારી હતી તેના કરતાં ઓછી અસરકારક નિકળી છે.` ઇઝરાયલએ 19 ડિસેમ્બર 2020થી વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરી દીધું હતું.
યરૂશલમ: Pfizer/BioNtech વેક્સીન લગાવ્યા પછી 12,400 લોકો ઇઝરાયલમાં ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિત મળી આવ્યા છે. સંક્રમિત મળી આવેલા લોકોમાં 69 લોકો એવા સામેલ છે, જેમને વેક્સીનનો બીજો શોટ પણ લીધો હતો. Pfizer ની રસી લગાવ્યા પછી ઇઝરાયલના સ્વાસ્ત્ય મંત્રાલયએ 189,000 લોકોનો ટેસ્ટ કરાવ્યો તેમાંથી 6.6 ટકા લોકો COVID-19 પોઝિટિવ મળી આવ્યા છે.
Pfizer ઓછી પ્રભાવી
કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવ્યા પછી પણ એટલા લોકો પોઝિટિવ મળી આવ્યા ઇઝરાયલની મહામારી નેશનલ કોર્ડિનેટર નચમન એશએ કહ્યું કે 'ફાઇઝર (Pfizer) ની રસી જેટલી અમે વિચારી હતી તેના કરતાં ઓછી અસરકારક નિકળી છે.' ઇઝરાયલએ 19 ડિસેમ્બર 2020થી વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરી દીધું હતું.
Joe Biden પાસે અમેરિકાને ઘણી આશાઓ, તેમની સામે છે આ 5 મોટા પડકાર
સૌથી પહેલાં વડીલોને રસી લગાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે કેટલાક લોકોમાંથી ચતૃથાંશથી વધુને ફાઇઝર ઇંકની વેક્સીન લગાવવામાં આવી છે. લગભગ એક ચતૃથાંશ ઇઝરાયલીઓએ પોતાની પહેલી રસી લગાવી અને 3.5 ટકા પહેલાંથીજ અ પોતાનો બીજો ડોઝ લઇ ચૂક્યા હતા.
કંપનીને આપવામાં આવ્યો ડેટા
સ્વાસ્થ્ય મંત્રી યૂલી એડેલસ્ટીને કહ્યું કે એક મહિના પહેલાં રસીકરણના રોલઆઉટ બાદથી 9 મિલિયન રેસીડેંટ્સમાંથી 2.2 મિલિયનને રસી લગાવવામાં આવી. તેમછતાં દેશ સંક્રમણ દરમાં ત્રીજા સ્થાને છે. મહામારી શરૂ થયા બાદથી ઇઝરાયલમાં સાડા પાંચ લાખથી વધુ નોંધાયા છે અને 4,005 લોકો મૃત્યું પામ્યા છે.
જાણો: Joe Biden ના રાષ્ટ્રપતિ બનતાં ભારતને થનાર ફાયદા અને નુકસાન
લોકડાઉન અને રસીકરણ છતાં સંક્રમણમાં વધારો, કેટલાક લોકો દ્વારા નિયમોની અવગણનાને માનવામાં આવે છે. ફાઇઝર-બાયોએનટેક વેક્સીન (Pfizer) ના ઝડપથી વિતરણના બદલામાં ઇઝરાયલએ મોટાપાયે રસીકરણના પ્રભાવો પર વેક્સીન નિર્માતાઓ સાથે પોતાનો ડેટા શેર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube