કાબુલ: મતદાન કેન્દ્ર પર આત્મઘાતી વિસ્ફોટ, ઓછામાં ઓછા 13નાં મોત
અફઘાનિસ્તાનનાં કાબુલમાં શનિવારે એક મતદાન કેન્દ્ર પર એક આતંકવાદી હૂમલાખોરે પોતાની જાતને ઉડાવતા 13 લોકોનાં મોત થયા
કાબુલ : અફઘાનિસ્તાનનાં કાબુલમાં શનિવારે એક મતદાન કેન્દ્ર પર આતંકવાદી હૂમલાખોરે આત્મઘાતી હૂમલો કરી લીધો જેમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નિપજ્યાં હતા. સુરક્ષા અધિકારીઓએ આ માહિતી આપી છે. પોલીસ પ્રવક્તા બશીર મુજાહિદે એએફપીને જણાવ્યું કે, મૃતકોમાં સામાન્ય લોકો, ચૂંટણી કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓ પણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનનાં કાબુલમાં શનિવારે મતદાન કેન્દ્ર પર વિસ્ફોટ થયા. વિસ્ફોટ દરમિયાન કેન્દ્રો પર મતદાતા પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાર બાદ અફઘાનિસ્તાનની રાજધાનીનાં ઉત્તરમાં એક સ્કુલમાં મતદાતા ભાગતા જોવા મળ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ પોતાનાં મતદાન કેન્દ્રો પર પણ વિસ્ફોટની માહિતી આપી છે. લાંબા સમય બાદ થઇ રહેલ સંસદીય ચૂંટણીમાં શનિવાર મતદાન ચાલુ થયું. સમગ્ર દેશમાં હજારોસુરક્ષાદળોને ફરજંદ કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મતદાનની શરૂઆતમાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો.
ત્યાર બાદ ટેલીવિઝન પર અપાયેલા ભાષણમાં તેમણે એક અન્ય ચૂંટણી માટે અફઘાનવાસીઓને શુભકામનાઓ આપી અને દેશનાં દુરનાં હિસ્સાઓ સુધી બેલેટ લઇ જવા માટે સુરક્ષાદળો ખાસ કરીને વાયુસેનાની પ્રશંસા કરી. સ્વતંત્ર ચૂંટણી પંચને 88 લાખ લોકોએ નોંધણી કરાવી છે.