નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયમાં રહેતા હિન્દુઓની સ્થિતિ અત્યંત ખરાબ બનતી જઈ રહી છે. તાજેતરમાં જ બહાર આવેલી વધુ એક ઘટનાએ સાબિત કર્યું છે કે, પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના લોકો સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના સિંધ રાજ્યમાં ટાંડો મોહમ્મદ ખાન નામના એક ગામમાં 7 જુનના રોજ 13 વર્ષની એક હિન્દુ બાળકી પર લોહી ઉકળી જાય તેવો નિર્દયી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. 
 
પાકિસ્તાની મીડિયા અનુસાર 13 વર્ષની બાળકી ઘરનો સામાન ખરીદવા માટે બજાર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક ગુંડાઓએ તેનું અપહરણ કરી લીધું. ત્યાર પછી તેને પરાણે દારૂ પીવડાવવામાં આવ્યો. બાળકી પર જ્યારે દારૂનો નશો ચડી ગયો ત્યારે આ ગુંડાઓએ તેની સાથે બળજબરી કરીને બળાત્કાર ગુજાર્યો. બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા તેના પિતા અને ભાઈ શોધવા નિકળ્યા ત્યારે જોયું તો એક ખુલ્લા મેદાનમાં આ બાળકી તરફડીયા મારી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂના નશામાં રહેલી બાળકી પર નરાધમોએ એટલો અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો કે તેની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી હતી. તે મેદાનમાં ચિત્ર-વિચિત્ર હરકતો કરતી હતી અને તરફડીયા મારતી હતી. બાળકીની આવી સ્થિતિ જોઈને પરિજનો ડરી ગયા હતા. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક.....