કાઠમંડુઃ નેપાળમાં એક વિચિત્ર ઘટના ઘટી છે અને નેપાળના સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. એક 14 વર્ષની સગીર યુવતીએ તેનાથી એક વર્ષ નાના પતિ થકી એક બાળકને જન્મ આપ્યો છે. આ યુગલ જ્યારે 'લગ્ન' અને બાળકના 'જન્મ'ની નોંધણી કરાવવા તંત્ર પાસે પહોંચ્યા તો તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે. અહીંના કાયદા મુજબ આવા કેસમાં નોંધણી કરવાની કોઈ જોગવાઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળમાં છોકરા અને છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે. 'ધ હિમાલયન ટાઈમ્સ'ના સમાચાર મુજબ, બાળકના પિતા રમેશ તમાંગની ઉંમર 13 વર્ષ છે અને તેને જન્મ આપનારી માતા પબિત્રા તમાંગની ઉંમર 14 વર્ષની છે. પબિત્રા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને રમેશ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન બંનેને પ્રેમ થઈ જતાં તેમણે અભ્યાસ અધુરો છોડીને પરિણીત જીવન શરૂ કરી દીધું હતું. 


OMG: એક જ ઘરમાં મળી 1000 બંદૂક, પોલીસના પણ ઉડી ગયા હોશ...!


તેમના આ સંબંધ પછી એક વર્ષમાં જ પબિત્રાએ બે મહિના પહેલા એક બાળકને જન્મ આપ્યો છે. બાળકને જન્મ આપ્યા પછી બંને પોતાના લગ્ન અને બાળકના જન્મની નોંધણી કરાવવા માટે સરકારી કચેરીમાં પહોંચ્યા ત્યારે સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. આ સમાચાર ફેલાતાં હાલ તો અધિકારીઓથી માંડીને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. 


ઓસ્ટ્રેલિયામાં 50 ડોલરની નોટ પર છપાયો 'ખોટો શબ્દ', સરકારને 7 મહિને ખબર પડી!


રૂબી ઘાટી ગ્રામીણ નગર નિગમના 5 નંબરના વોર્ડના પ્રમુખ ધીરજ તમાંગે જણાવ્યું કે, "તેમના 'લગ્ન' અને બાળકના 'જન્મ'ની નોંધણી શક્ય નથી, કેમ કે બંને સગીર વયના છે." તમાંગ સમુદાયની પ્રથા અનુસાર જો કોઈ છોકરો કોઈ છોકરીને પોતાની પત્ની માની લે છે તો પાછળથી તે તેની સાથે લગ્ન કરી શકે છે. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....