નવી દિલ્હી: શ્રીલંકામાં 8 સીરિયલ બ્લાસ્ટ બાદ ત્યાના સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. શ્રીલંકામાં સુરક્ષાદળોએ ઈસ્લામિક સ્ટેટના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ આ દરમિયાન થયેલા ફાયરિંગમાં 15 લોકોના મોત થયા છે. કહેવાય છે કે તેમાં ઈસ્લામિક સ્ટેટના 3 આત્મઘાતી આતંકીઓ પણ સામેલ છે. આ સાથે 6 બાળકો પણ સામેલ છે. શ્રીલંકામાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોના છ દિવસ બાદ સેનાના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાના સુરક્ષાદળોએ દેશના પૂર્વ ભાગમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા. આ અથડામણમાં આતંકીઓને ઠાર કરાયા. સેનાના પ્રવક્તા સુમિત અટ્ટપટ્ટુના જણાવ્યાં મુજબ સુરક્ષાદળોએ જ્યારે કલમુનઈ શહેરમાં બંદૂકધારીઓના ઠેકાણામાં ઘૂસવાની કોશિશ કરી તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. તેમણે જણાવ્યું કે અથડામણની ચપેટમાં આવેલા એક નાગરિકનું પણ મોત થઈ ગયું. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...