હરારે: મોઝામ્બિક, ઝિમ્બાબવે, અને મલાવીમાં આવેલા એક ખતરનાક તોફાનમાં લગભગ 150 લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો લાપત્તા છે. જ્યારે સડકસંપર્ક અને વીજળી પૂરવઠો ખોવાઈ જતા હજારો લોકો ફસાયા છે. મુખ્યરીતે ગ્રામીણ વિસ્તારો સાથે ટેલિફોન સંપર્ક કપાઈ ગયો છે. જેનાથી લોકો ખુબ પરેશાન છે. સંયુક્ત રાષ્ટ્ર અને સરકારી અધિકારીઓના જણાવ્યાં મુજબ ચક્રવાત ઈડાઈથી ત્રણ દક્ષિણ આફ્રિકી દેશોમાં 15 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોઝામ્બિકનું કેન્દ્રીય પોર્ટ શહેર બેઈરા વધુ પ્રભાવિત થયું છે જ્યાં એરપોર્ટ બંધ છે, વીજળી પૂરવઠો ઠપ્પ છે અને અનેક ઘર નષ્ટ થઈ ગયા છે. બેઈરામાં ગુરુવારે મોડી રાતે તોફાન આવ્યું જે ઝિમ્બાબવે અને મલાવીના પશ્ચિમ તરફ આગળ વધી ગયું. જેના કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયાં. ખાસ કરીને સમુદ્રીકાઠાના મોઝામ્બિકના પૂર્વ વિસ્તારોમાં લોકોએ ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV