એરિઝોના: કોઈ મોટી હોસ્પિટલમાં એક સાથે 16 મહિલાઓની ડિલિવરી તો ભાગ્યે જોવા મળે પરંતુ એક હોસ્પિટલ એવી છે જ્યાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં કામ કરતી 16 જેટલી નર્સો એકસાથે ગર્ભવતી થઈ છે. આ નર્સોને પણ જ્યારે આ અંગે ખબર પડી તો તેમણે એક ફેસબુક ગ્રુપ બનાવ્યું. આ તમામ નર્સોની ડિલિવરી ડેટ ઓક્ટોબરથી લઈને આગામી વર્ષ જાન્યુઆરીની વચ્ચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેનર ડેઝર્સ મેડિકલ સેન્ટરમાં કામ કરતી આ નર્સોમાંથી એક રોશેલ શેરમને જણાવ્યું કે મને નથી લાગતું કે ફેસબુક ગ્રુપ બનાવ્યું તે પહેલા અમને ખબર હતી કે અમારામાંથી કેટલી ગર્ભવતી છે. નર્સ જોલેન ગેરોએ મજાક કરતા કહ્યું કે અમે આ પ્લાન રજાઓ ગાળવા માટે કર્યો. 



હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે આ નર્સો મેટરનિટી લીવ પર જશે ત્યારે તે માટેના સ્ટાફની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. નર્સોએ જણાવ્યું કે ખાવા પીવા માટે તેઓ હોસ્પિટલના કેફેટેરિયા પર નિર્ભર છે. જ્યાં તેમના માટે અથાણાંની પણ સુવિધા કરવામાં આવી છે.