Pakistan Hindu Girl Abducted: પાકિસ્તાનમાં 16 વર્ષની હિન્દુ છોકરીનું અપહરણ, ધર્માંતરણ કરી જબરદસ્તી કરાવ્યા નિકાહ
Pakistan Hindu Girl Abducted: અપહરણ બાદ સૌથી પહેલા તેનું ધર્માતરણ કરવામાં આવ્યું. પોતાની દીકરીને બચાવવા માટે નવાબશાહમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ઘર સામે હિન્દુ સમાજના લોકોએ મદદની અપીલ કરી.
Pakistan Hindu Girl Abducted: પાકિસ્તાનમાં હિન્દુ છોકરી સાથે અત્યાચારનો મામલો ફરી સામ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પહેલા હિન્દુ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ મુસ્લિમ યુવક સાથે તેના નિકાહ કરવામાં આવ્યા. પીડિત પરિવારજનો તેમની દીકરી માટે પાછી મેળવવા માટે અપીલ કરી રહ્યા છે. હિન્દુ સમાજના લોકોએ તને લઇને વિરોધ પ્રદર્શન પણ કર્યો.
ડોન સમાચારના એક રિપોર્ટ અનુસાર કરીના નામની છોકરીનું એક અઠવાડિયા પહેલા દાદુના કાઝી અહમદ વિસ્તારના ઉન્નાર મોહલ્લામાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.
'લંકા દહન' વચ્ચે જોવા મળ્યો ગજબનો નજારો, કપલે ખુલ્લેઆમ કરી Kiss; તસવીર વાયરલ
પાકિસ્તાનમાં હિન્દુ છોકરીનું અપહરણ
ડોન સમાચારના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ સમાજના લોકો છોકરીને જલદીથી જલદી પરત મેળવવાની માંગ કરી રહ્યા છે. હિન્દુ સમાજના સભ્યોએ મંગળવારના નવાબશાહમાં ઝરદારી હાઉસ સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું. નારાજ લોકોએ મુખ્ય રસ્તા પર માર્ચ પણ કરી. પ્રદર્શનકારીઓએ પોલીસની સામે નાર પણ લગાવ્યા અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પાસે છોકરી પરત લાવવામાં મદદ કરવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ પણ કરી છે.
મિશન 2047: ઇસ્લામિક સ્ટેટ બનાવવાનું ષડયંત્ર, PM મોદી નિશાના પર; આતંકી મોડ્યુલનો પર્દાફાશ
પોલીસનો શું છે દાવો?
પોલીસે દાવો કર્યો છે કે, હિન્દુ છોકરીએ એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમમાં ભાગીને કરાચીની એક કોર્ટમાં નિકાહ કર્યા છે. સ્થાનિક પોલીસે કહ્યું કે, કરીનાનું અપહરણ થયું નથી. તે ખલીલ રેહમાન જોનો સાથે ભાગી ગઈ હતી અને કરાચીમાં કોર્ટમાં મેરેજ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સુંદરમલની ફરિયાદ પર ધારા 365-બી હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંદી ખલીલના પિતા અસગર જોનોની ધરપકડ કરી છે. આ ઘટના પર દેશના અલગ અલગ માનવાધિકાર સંગઠનોએ ટિકા કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube