કોરોનાનો કહેરઃ ચીનમાં અત્યાર સુધી 1,665 મોત, ફ્રાન્સમાં પણ એકે જીવ ગુમાવ્યો
હુબેઈથી આશરે 1850 નવા મામલા સામે આવ્યા છે, જે એક દિવસ પહેલા 2400 મામલાના મુકાબલે ઓછા છે. મધ્ય-પૂર્વ પ્રાંતમાં કુલ મામલાની સંખ્યા 56000 પાર થઈ ગઈ છે. પ્રાંતીય રાજધાની વુહાન, જ્યાં પ્રથમવાર આ બીમારીની ઓળખ થઈ હતી, ત્યાં તેનો પ્રકોર જારી છે.
બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસ (કોવિડ-19)ની મહામારીને કારણે વધુ 142 લોકોના મોત થવાને કારણે રવિવારે તેનાથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 1665 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (એનએચસી) અનુસાર, શનિવારથી 2009 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસ પહેલા સામે આવેલા 2641 મામલાના મુકાબલે ઓછા છે.
સમાચાર એજન્સી એફે પ્રમાણે, દેશમાં કોરોના વાયરસથી કુલ દર્દીઓની સંખ્યા વધીને હવે 68,500 થઈ ગઈ છે. પ્રાંતીય સ્વાસ્થ્ય આયોગના રિપોર્ટ અનુસાર, દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી સૌથી વધુ મોત હુબેઈ પ્રાંતમાં થયા છે, અહીં 1596 લોકોના મોત થયા છે.
હુબેઈથી આશરે 1850 નવા મામલા સામે આવ્યા છે, જે એક દિવસ પહેલા 2400 મામલાના મુકાબલે ઓછા છે. મધ્ય-પૂર્વ પ્રાંતમાં કુલ મામલાની સંખ્યા 56000 પાર થઈ ગઈ છે. પ્રાંતીય રાજધાની વુહાન, જ્યાં પ્રથમવાર આ બીમારીની ઓળખ થઈ હતી, ત્યાં તેનો પ્રકોર જારી છે. ત્યાં 24 કલાકમાં 110 લોકોના મોત થયા છે.
અધિકારીઓએ શનિવારે જાહેરાત કરી કે તેમણે શહેરમાં 20000થી વધુ તબીબી વ્યાવસાયિકોને તૈનાત કર્યાં છે. એનએચસીએ કહ્યું કે, શનિવારે દેશ ભરમાં 219 ગંભીર મામલાની ઓળખ થઈ, જ્યારે 1323 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. મહામારી શરૂ થયા બાદથી 9400થી વધુ લોકોને રજા આપવામાં આવી છે.
આયોગે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 2,000થી વધુ નવા સંભવિત મામલાની ઓખળની સાથે શંકાસ્પદ મામલાની સંખ્યા રવિવારે વધીને 8,228 થઈ ગઈ છે. શનિવારે એશિયાની બહાર ફ્રાન્સથી પ્રથમ મોતની સૂચના બાદ, ચીનની બહાર મૃત્યુ પામનારની સંખ્યા ચાર થઈ ગઈ છે, જાપાન, ફિલીપિન્સ અને હોંગકોંગ ત્રણેયમાં પણ એક-એક મોત થયા છે. આ વાયરસ વિશ્વના આશરે 30 દેશોમાં ફેલાઇ ચુકયો છે, પરંતુ ચીનમાં કુલ મામલાના લગભગ 99 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube