નવી દિલ્હી : એપ્પલમાં નોકરી કરવાની ઇચ્છામાં એક 17 વર્ષનાં શાળાનાં વિદ્યાર્થીએ એપ્પલનાં સિક્યોર્ટ સિસ્ટમને હેક કરી લીધી. વિદ્યાર્થીને લાગ્યું કે, તે એવું કરીને કંપનીમાં નોકરી મેળવી શકે છે અને કંપનીના અધિકારીઓ તેનાથી પ્રભાવિત થશે. આ મુદ્દે ફેડર બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) નો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર મુદ્દાનો ખુલાસો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJPમાં જોડાવા માટે દિલ્હી પહોંચ્યા TMCના 3 ધારાસભ્ય અને 20 કોર્પોરેટર
મળતી માહિતી અનુસાર આરોપી યુવક મુળરીતે એડિલેટનો છે અને તેણે મેલબોર્નનાં કિશોર સાથે મળીને સિસ્ટમ હેક કરી. વર્ષ 2015માં પહેલી કંપનીનું મૈનફ્રેમ હેક કર્યું અને પચી 2017માં સિસ્ટમ હેક કરીને કંપનીનાં ડેટાને ડાઉનલોડ કરી લીધો. તેમણે ખોટા ડિજિટલ ક્રેડેન્શિયલ બનાવવા માટે ટેક્નોલોજીમાં પોતાનાં ઉચ્ચ સ્તરીય વિશેષજ્ઞતાનો ઉપયોગ કર્યો. જેણે એપ્પલનાં સર્વરમાંથી ડેટા એવી રીતે ુઠાવ્યો, જે રીતે કંપનીનો જ કર્મચારી તેનો ઉપયોગ કરી રહ્યો હોય તેવું લાગે. 


'રામ રામ'નો જવાન નહી આપનાર વિદેશી નાગરિક પર ચાકુથી હુમલો
રાજસ્થાનઃ કોંગ્રેસના 15 ધારાસભ્યો સંપર્કમાં, ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજાનો દાવો
આરોપી વિદ્યાર્થીનાં વકીલ માર્ક ટિગ્સે કોર્ટને જણાવ્યું કે, તેના મુવક્કિલ તે સમયે તેના કાર્યોની ગંભીરતા અંગે માહિતગાર નહોતા અને તેમને લાગ્યું કે, કંપની તેને નોકરી આપી શકે છે. વકીલે જણાવ્યું કે, આ ત્યારે શરૂ થયું જ્યારે મારા મુવક્કીલ 13 વર્ષનાં હતા અને ગુનાની ગંભીરતા અંગે જાણતા પણનહોતા અને જ્યારે આ વાતથી માહિતગાર થયા તો તેને લાગ્યું કે તે કંપનીમાં રોજગાર મેળવી શકે છે. 


રાહુલ રાજીનામા પર અડગ, પાર્ટીના નેતાઓને કહ્યું "એક મહિનામાં મારો વિકલ્પ શોધી લો"
વકીલે ખાસ ઉલ્લેખ કર્યો કે, એવા કિસ્સામાં યુરોપમાં થયો હતો. આરોપી વિદ્યાર્થીનાં વકીલે કહ્યું કે, હેકિંગથી કંપનીને કોઇ આર્થિક કે બૌદ્ધિક નુકસાન નથી થયું. આરોપી યુવકે એડિલેટ યૂથ કોર્ટમાં પોતાનો પક્ષ મુક્યો, પરંતુ કોર્ટે તેને અનેક કોમ્પ્યુટર્સની હેકિંગનાં આરોપો માટે દોષી ગણાવ્યો હતો. જો કે મેજીસ્ટ્રેટ ડેવિડ વ્હાઇટે તેને સજા નહોતી ફટકારી અને આરોપી યુવકનો 9 મહિના સુધી સારા વ્યહાર પર રાખવા માટે 500 ડોલરના બોન્ડ પર રાખ્યો છે.