ઓટાવાઃ અત્યારે દુનિયામાં અમેઝનના જંગલો અને દક્ષિણ આફ્રિકાના જંગલોની આગ સૌથી વધુ ચર્ચામાં છે. નવા સમાચાર મુજબ કેનેડામાં પણ આ વર્ષે જંગલોમાં આગ લાગવાની સૌથી વધુ ઘટના જોવા મળી છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર કેનેડાની ઈન્ટરએજન્સી ફાયર સર્વિસે જણાવ્યું કે, બુધવાર બપોર સુધુ કેનેડામાં કુલ 254 વખત જંગલમાં આગ બુઝાવવામાં આવી છે અને 75 અન્ય સ્થળે દેખરેખ રાખવી પડી છે. તેમાં આગની સૌથી વધુ ઘટનાઓ બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડામાં આ વર્ષે આગ લાગવાની 955 ઘટના સામે આવી છે અને તેમાં કુલ 18 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા જંગલને નુકસાન પહોંચ્યું છે. અલ્બર્ટા રાજ્યમાં આ વર્ષે દેશના અન્ય રાજ્ય કરતાં સૌથી વધુ આગ લાગવાની ઘટના ઘટી છે અને અહીં સૌથી વધુ જમીનને નુકસાન પહોંચ્યું છે. અલ્બર્ટામાં ચકેગ ક્રીકમાં સૌથી મોટી આગ લાગી હતી, જેના કારણે લગભગ 10,000 લોકોનો સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. 


ત્યાર પછી બીજી આગ ઓન્ટારિયો રાજ્યમાં કેટલાક ગાઢ જંગલોમાં લાગીહતી. અલ્બર્ટામાં 8,80,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં જંગલ બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે ઓન્ટારિયોમાં 2,70,000 હેક્ટર જમીનમાં ફેલાયેલા જંગલ સળગી ગયા છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....