અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં 19ના મોત, મૃતકોમાં શીખ અને હિંદુ પણ સામેલ
અફઘાનિસ્તાનના પૂર્વી ભાગમાં સ્થિત એક શહેરમાં એક આત્મઘાતી હુમલાવરે પોતાને ઉડાવી દીધો, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં શીખ અને હિંદુ પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જલાલાબાદ: અફઘાનિસ્તાનના પૂર્વી ભાગમાં સ્થિત એક શહેરમાં એક આત્મઘાતી હુમલાવરે પોતાને ઉડાવી દીધો, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં શીખ અને હિંદુ પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગવર્નરના પ્રવક્તા અતુલ્લાહ ખોગયાનીએ એએફપીને જણાવ્યું કે આ હુમલો પ્રાંતના ગવર્નરના પરિસરથી 100 મીટરના અંતરે આવેલા એક બજારમાં થયો છે, જ્યાં રાષ્ટ્રપતિ અશરફ ગની બેઠક કરી રહ્યા હતા. તેમણે એએફપીને જણાવ્યું કે 19 મૃતકોમાંથી 12 શીખ અને હિંદુ છે. 20 અન્ય લોકોને પણ ઇજા પહોંચી છે. મૃતક શીખ સમુદાયના લોકો રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા જઇ રહ્યા હતા.
પ્રાંતીએય સ્વાસ્થ્ય નિર્દેશક નજીબુલ્લાહ કામવાલે 19 લોકોના મોતની પુષ્ટિ કરી, જેમાં મોટાભાગના સિખ છે. એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે હુમલામાં કોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે પુષ્ટિ કરી હતી કે એક આત્મઘાતી હુમલાવરે હુમલાને અંજામ આપ્યો. આ અશાંત પ્રાંતમાં તાજેતરમાં જ ઘણા ઘાતક હુમલા થયા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીના પ્રવક્તાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ હજુ પણ નંગરહારમાં જ છે પરંતુ તેમના માટે ખતરા જેવી કોઇ વાત નથી.
ગની આ અશાંત પ્રાંતની પોતાની બે દિવસીય યાત્રા અંતગર્ત રવિવારે સવારે એક હોસ્પિટલનું ઉદઘાટન કરવા જલાલાબાદ પહોંચ્યા હતા. અને એક બેઠકમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શાંતિ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાની પદ્ધતિ પર ચર્ચા કરી રહ્યા હતા. જેથી તાલિબાનને સરકાર સાથે વાર્તા શરૂ કરવા માટે પ્રોત્સાહિત અને દેશમાં ચાલી રહેલા સંકટને સમાપ્ત કરી શકાય. આ હુમલામાં જ્યારે એક દિવસ પહેલાં ગનીએ સરકાર દ્વારા લાગૂ સંઘર્ષવિરામની સમાપ્તિ બાદ અફઘાન સુરક્ષા બળોને તાલિબાન વિરૂદ્ધ આક્રમણ અભિયાન ચલાવવાનું નિર્દેશ આપ્યા હતા.