આરતી રાય, નવી દિલ્હીઃ કોરોના વાયરસે દુનિયાને નવી રીતે જીવવા માટે મજબૂર કરી છે. પરંતુ હવામાન વૈજ્ઞાનિકો પ્રમાણે તેનાથી પણ મોટો ખતરો જળવાયુ પરિવર્તન બની ગયો છે. પૃથ્વીનું તાપમાન દર વર્ષે 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. શિકાગો વિશ્વ વિદ્યાલયની 2021ના આવેલા એક રિપોર્ટ અનુસાર હવામાં ફેલાય રહેલા પ્રદૂષણને કારણે આશરે દરેક વ્યક્તિ પોતાના જીવના 2.2 વર્ષ ગુમાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં ભારતમાં ગયા 17 લાખ જીવ
તો દુનિયાની બીજી સૌથી મોટી વસ્તીવાળા દેશ ભારતના મોટા શહેરોમાં પણ વાયુ પ્રદૂષણને કારણે ઓછી ઉંમરમાં લોકોના મૃત્યુના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ICMR એ ડિસેમ્બરમાં જાહેર કરેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં ભારતમાં 1.7 મિલિયન મોતો વાયુ પ્રદૂષણને કારણે થયા છે. આ દેશમાં મોતની સંખ્યાના 18 ટકા રહ્યાં. આ રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે પાછલા બે દાયકામાં ભારતમાં PM2.5 ને કારણે થનારા મોતોમાં 2.5 ગણો વધારો થયો છે. વર્ષ 1990થી અહીં  2,79,500 મોત થયા હતા, જે વર્ષ 2019 સુધી વધી 9,79,900 સુધી પહોંચી ગયા છે. 


મોતના આંકડામાં મોટો ઉછાળ
જો ગ્રીન થિંક ટેન્ક Centre for Science and Environment (CSE) ના આંકડા પ્રમામે ભારતમાં 1.67 મિલિયન મોત પ્રદૂષણ અને પ્રદૂષણથી થનારી બીમારીઓને કારણે થઈ છે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોર્મના રિપોર્ટ પ્રમાણે ચીનમાં પ્રદૂષણને કારણે દર વર્ષે 1 મિલિયનથી વધુ મોત થઈ રહ્યાં છે. 


આ પણ વાંચોઃ PM Modi Europe Visit: બર્લિનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જર્મનીના ચાન્સલર સાથે કરી મુલાકાત  


દુનિયાની 99 ટકા વસ્તી વાયુ પ્રદૂષણના સંકટમાં
હાલમાં આવેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે લગભગ દુનિયાની 99 ટકા વસ્તી વાયુ પ્રદૂષણના ખતરાનો સામનો કરી રહી છે. જેના કારણે નાની ઉંમરમાં હ્રદય રોગ, સ્ટ્રોક, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીસ, કેન્સર અને નિમોનિયા સહિતની બીમારીઓનો ખતરો સતત વધી રહ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વર્ષમાં 24 હજાર લોકો સમયથી પહેલાં કાળનો શિકાર બની ગયા. તો ભારતના 8 શહેર મુંબઈ, બેંગલોર, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નઈ, સુરત, પુણે અને અમદાવાદમાં આવા કુલ એક લાખ મામલા આવ્યા છે. 


મોટા સંકટની શક્યતા છે વાયુ પ્રદૂષણ
યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ અને યુનિવર્સિટી કોલેજ લંડનના રિસર્ચ અનુસાર ઝડપથી વધતા દુનિયાના TROPICAL CITES માં 14 વર્ષમાં આશરે 1,80,000 લોકોના મોત વાયુ પ્રદૂષણને કારણે થયા છે. આ સિવાય તે અનુમાન પણ લગાવવામાં આવ્યું છે કે ઘરેલૂ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી દુનિયામાં દર વર્ષે 70 લાખથી વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. આ સાથે WHO એ પર્યાપરણમાં આવી રહેલા પરિવર્તન અને પ્રદૂષણને કારણે દુનિયાભરમાં 2030થી 2050 વચ્ચે દર વર્ષે 2,50,000 વધુ જીવ ગુમાવવાની આશંકા વ્યક્ત કરી છે. 


આ પણ વાંચોઃ Pakistan: ઇમરાન ખાનને ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ! શરીફ વિરુદ્ધ સાઉદીમાં લાગેલા નારાએ ઉભી કરી મુશ્કેલી


પ્રદૂષણનું સૌથી મોટુ કારણ
શહેર અને શહેરોમાં મોટી સંખ્યામાં રહેતી વસ્તી પ્રદૂષણનું સૌથી મોટુ કારણ છે. એક કરોડથી વધુની વસ્તીવાળા મહાનગરો અને ત્યાંની મોટી-મોટી ઈમારતો અને કોંક્રીટથી બનેલા મકાન અને વાહન આજે દુનિયાભરમાં 75 ટકા CO2 Emissions ના જવાબદાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube