Video : સમુદ્રમાંથી મળ્યું ``$17 બિલિયનનું સોનું``...જહાજોના કાટમાળમાં 200 વર્ષથી છુપાયેલું હતું: રિપોર્ટ
બે સમુદ્રી જહાજ જે તાજેતરમાં જ જાણિતા ડૂબેલા સૈન જોસ યુદ્ધ જહાજના કાટમાળ પાસે મળ્યું હતું તેમાં 17 બિલિયન ડોલરનું સોનું લદાયેલું જોવા મળ્યું છે. ન્યૂઝવીકમાં છપાયેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. 62 બંદૂકોવાળા સૈન જોસ બ્રિટિશ સેનાએ 1708 માં ડૂબેલું હતું. વર્ષ 2015 માં આ મળ્યું હતું.
વોશિંગ્ટન: બે સમુદ્રી જહાજ જે તાજેતરમાં જ જાણિતા ડૂબેલા સૈન જોસ યુદ્ધ જહાજના કાટમાળ પાસે મળ્યું હતું તેમાં 17 બિલિયન ડોલરનું સોનું લદાયેલું જોવા મળ્યું છે. ન્યૂઝવીકમાં છપાયેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. 62 બંદૂકોવાળા સૈન જોસ બ્રિટિશ સેનાએ 1708 માં ડૂબેલું હતું. વર્ષ 2015 માં આ મળ્યું હતું અને સ્પેનની સરકારે એક નવા ફૂટેજ રિલીઝ કરી બતાવ્યા હતા કે આ જહાજના કાટમાળમાં સોનું અને બીજી મૂલ્યવાન વસ્તુઓ લદાયેલી હતી. આ વીડિયો રિમોટ કંટ્રોલવાળા વ્હીકલ વડે રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તેમાં દેખાય કે એક હોડી અને એક જહાજ મુખ્ય યુદ્ધજહાજની પાસે દેખાય છે.
બંને જહાજ 200 વર્ષ જૂના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વોશિંગટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં આ જણાવ્યું છે. રિમોટ વડે ઓપરેટ થનાર પાણી નીચેના વાહનને દેશના કેરેબિયન તટથી 3,100 ફૂટ નીચે મોકલવામાં આવ્યું હતું. વાદળી અને લીલા રંગની તસવીરોમાં સોનાના સિક્કા, માટલા અને બિલકુલ સારી અવસ્થામાં પ્રોક્લેનના કપ જોવા મળે છે જે સમુદ્રના તળિયે ફેલાયેલા છે.
સદીઓ સુધી સમુદ્રની નીચે રહેવા છતાં જહાજનો એક ભાગ બિલકુલ સાજો છે. એક તોપ પણ સમુદ્રના તટ પર જોવા મળી રહી છે અને વિવિધ પ્રકારના માટીના વાસણોથી દૂર છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube