કાબુલ: પશ્ચિમી અફઘાનિસ્તાનમાં તાલિબાને પોલીસના એક કાફલા પર સોમવારે ઘાત લગાવીને હુમલો કર્યો. જેમાં 20 પોલીસકર્મીઓના મોત થયાં. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. કાબુલમાં રહેતા અલ્પસંખ્યક શિયા સમુદાયના લોકો સ્થાનિક મિલીશિયા કમાન્ડરની ધરપકડના વિરોધમાં છેલ્લા બે દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રાંતિય પરિષદના એક સભ્ય દાદુલ્લાહ કાનેહના જણાવ્યાં મુજબ પશ્ચિમી ફરાહ પ્રાંતમાં રવિવારે બપોરે તાલિબાનનો હુમલો થયો. જેમાં પ્રાંતના પોલીસ ઉપ પ્રમુખ સહિત ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા. હુમલા લશ કે જુવાયન જિલ્લાની નજીક થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિષદના અન્ય સભ્ય અબ્દુલ સમદ સલેહીએ જણાવ્યું કે પોલીસનો કાફલો જિલ્લોના નવ નિયુક્ત પોલીસ પ્રમુખનો પરિચય કરાવવા જઈ રહ્યાં હતાં ત્યારે હુમલો થયો. કાનેહે જણાવ્યું કે આ હુમલામાં નવ નિયુક્ત પ્રમુખનું પણ મોત થયું. 


તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. આ બધા વચ્ચે કાબુલના પશ્ચિમમાં શિયા પ્રદર્શનકારીઓએ કેટલાક રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરીને ટ્રાફિક જામ કરી નાખ્યો હતો.