નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ શહેરના અલ પાસોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગના અહેવાલ છે. આ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. એક 21 વર્ષના યુવકે રાઈફલથી આ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ તેણે પોલીસ સામે સરન્ડર કરી દીધુ. કહેવાય છે કે પોલીસે અન્ય 3 શંકાસ્પદોની પણ અટકાયત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર ઘટના અંગે ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે ટેક્સાસમાં ભયંકર ફાયરિંગ. રિપોર્ટ ખુબ ખરાબ છે. અનેક લોકો માર્યા ગયા છે. રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યો છું. ગવર્નર સાથે પણ વાત કરી છે અને પૂરી મદદની ખાતરી આપી છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...