કોલંબો: શ્રીલંકામાં ઈસ્ટર રવિવારના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં લગભગ 200 બાળકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યાં છે. તેમાંથી  કેટલાક તો પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા રેડ ક્રોસ સોસાયટી (એસએલઆરસીએસ)એ જણાવ્યું કે કેટલાક પરિવારોએ પોતાના ઘરના કમાનાર વ્યક્તિને જ ગુમાવી દીધો અને તેમની પાસે જીવન જીવવા માટે કદાચ પુરતા પૈસા પણ નથી. 


આ શક્તિશાળી દેશના PM ચૂંટણી રેલી સંબોધી રહ્યાં હતાં, અચાનક માથા પર ઈંડુ ફેંકાયું


દેશમાં ઈસ્ટરના અસરે 3 ચર્ચમાં અને 3 લક્ઝુરિયસ હોટલ સહિત અલગ અલગ સ્થળો પર 9 જેટલા બોમ્બ વિસ્ફોટોએ શ્રીલંકાને હચમચાવી દીધુ છે. આ વિસ્ફોટોમાં 250થી વધુ લોકોના મોત થયા હતાં. મૃતકોમાં 10 ભારતીય સહિત 40 વિદેશી સામેલ છે. 


આતંકી સંગઠન આઈએસએ આ હુમલાની જવાબદારી લીધી છે. પરંતુ સરકારે સ્થાનિક ચરમપંથી સમૂહ નેશનલ તૌહીદ જમાત(એનટીજે)ને આ વિસ્ફોટો માટે દોષિત ઠેરવ્યું છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...