નવી દિલ્હી : પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જબરદસ્ત મોટો હુમલો કર્યો છે. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઈટર વિમાનોએ આતંકી સ્થાનો પર 1000 કિલોનો બોમ્બ ઝીંકીને હુમલો કર્યો હતો. વહેલી સવારે વાયુસેનાએ જૈશ-એ-મોહંદના અલ્ફા 3 કન્ટ્રોલ રૂમ સહિતના વિસ્તારોને ધ્વસ્ત કરી દેવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એર સ્ટ્રાઈકમાં 200થી 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનએસએ અજીત ડોભાલે આ એર સ્ટ્રાઈક વિશે પીએમ મોદીને માહિતી આપી છે. આ હુમલા બાદ ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે જવાનોની મોતનો બીજો બદલો લીધો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ


સીમા પર રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે, સોમવારે રાતથી જ સીમા પર ફાઈટર વિમાનોના અવાજ આવી રહ્યા હતા. જેને કારણે અમે લોકો બહુ જ ડરી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ પહેલાવીર ભારતીય વાયુસેનાએ સીમા પાર જઈને હુમલો કર્યો છે. આ પહેલા ઉરી એટેકમાં સીમાના જવાનોએ એલઓસી પાર કરીને હુમલો કર્યો હતો. હાલ આ હુમલામાં આતંકીઓને મોટાપાયે નુકશાન થયુ હોવાનું સામે આવ્યું છે. બાલાકોટ અને ચકોટીમાં આતંકી સંગઠન પર જૈશના સ્થાનોને પણ ધ્વસ્ત કરાયા હોવાના ખબર મળ્યા છે. 


એર સ્ટ્રાઈકમાં વાયુસેનાએ સપાટો બોલાવ્યો, 200થી 300 આતંકીઓનો ખાત્મો કર્યો

બીજી તરફ, પાકિસ્તાન ખુદ માને છે કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘૂસણખોરી કરી હતી. આ વિશે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરીને ભારતીય સેનાના એલઓસી પાર કરવાનો આરોપ લગાવ્યો છે. 


વાયુસેનાએ કરેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ના તમામ સમાચાર વાંચો એક ક્લિક પર...