નવી દિલ્હી :2020ના આગમન સાથે જ રાજકીય દ્રષ્ટિકોણના હેતુથી જો ગત દાયકાની તરફ નજર કરીએ તો એવુ લાગે છે કે, વર્ષ 2010થી લઈને 2019 આવતા સુધીમાં દુનિયાના અનેક લોકતાંત્રિક દેશ... દક્ષિણપંથ (Right Wing Politics)ની તરફ વળ્યા છે. 2019 પૂરૂ થયા બાદ આ વિચારધારા સમગ્ર દુનિયામાં સામાન્ય થઈ ગઈ છે. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જોનસનનું વડાપ્રધાન બનવું, અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું અને ભારતમાં બીજેપીના નરેન્દ્ર મોદીનું ભારે બહુમત સાથે વડાપ્રધાન બનવું સશક્ત નેતાઓના મજબૂત હોવાનું ઉદાહરણ છે કે પછી એ વાત સૂચવે છે કે, સમગ્ર દુનિયામાં દક્ષિણપંથનો ઉદય થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી મહારાષ્ટ્રમાં સત્તાના મામલે સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ


ચોંકાવનારી બાબત તો એ છે કે, આ દાયકાની શરૂઆતમાં જ એટલે કે વર્ષ 2010 સુધી નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને બોરિસ જોનસન જેવા નેતાઓની ચર્ચા બહુ જ ઓછી થતી હતી, પરંતુ હવે આ ત્રણેય નેતાઓ મળીને દુનિયાની રાજનીતિ બદલવાની તાકાત ધરાવે છે. 


20 દેશોમાં દક્ષિણપંથી પાર્ટીઓની સરકાર
હાલ દુનિયામાં 20 એવા લોકતાંત્રિક દેશો છે, જ્યાં દક્ષિણપંથી પાર્ટીઓની સરકાર છે. તેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલા અને જાપાન જેવા મોટા અને શક્તિશાળી દેશો સામેલ છે. આ ઉપરાંત 13 દેશ છે, જ્યાં દક્ષિણપંથી પાર્ટીઓ સીધી રીતે સરકારમાં તો સામેલ નથી, પરંતુ આ દેશોમાં દક્ષિણપંથી વિચારધારાના રાજનેતા અભૂતપૂર્વ રીતે શક્તિશાળી થયા છે. આ દેશોમાં ફ્રાન્સ, જર્મની, ઈટલી અને દક્ષિણ કોરિયા જેવા પ્રભાવશાળી દેશો સામેલ છે. 


રાવણના ભાઈને કારણે હનુમાનજીને મળ્યું હતું પંચમુખી સ્વરૂપ, રહસ્યથી ભરેલી છે આખી વાત


એટલું જ નહિ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ  શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ સમગ્ર દુનિયામાં દક્ષિણપંથીના સૌથી મોટા ચહેરા બન્યા છે.


જો અર્થવ્યવસ્થાના આકાર સૈન્ય શક્તિ અને જનસંખ્યાના હિસાબે જોઈએ તો આ ચારેય નેતાઓ હાલ દુનિયાના સૌથી શક્તિશાળી નેતા છે અને તમામમાં એક સમાનતા એવી છે કે, તેઓ ઈસ્લામિક આતંકવાદને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. આ નેતાઓએ ઈસ્લામના નામ પર આતંકવાદની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જોકે, કેટલાક લોકો આરોપ લગાવે છે કે, આ ચારેય નેતાઓએ ધાર્મિક કટ્ટરતાને વધારી છે. ત્યારે હાલ સમગ્ર દુનિયામાં દક્ષિણપંથનો નવો ટ્રેન્ડ બની ગયો છે અને તેનું સૌથી મોટું લક્ષણ રાષ્ટ્રવાદનો વિચાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....