Nancy Pelosi: અમેરિકી કોંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચતા જ ઓછામાં ઓછા 21 જેટલા ચીની મિલેટ્રી પ્લેને તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘૂસણખોરી કરી છે. અમેરિકી નેતાના તાઈવાન પહોંચ્યા બાદ ચીનની આ પહેલી મોટી હરકત  છે. ચીને  તાઈવાનમાં તેમના પહોંચતા પહેલા અનેક ધમકીઓ આપી હતી કે તેઓ પેલોસીના વિમાનને ત્યાં લેન્ડ નહીં થવા દે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાઈવાનના રક્ષા મંત્રાલયે ટ્વિટરના માધ્યમથી કહ્યું કે 21 પીએલએ એરક્રાફ્ટ 2 ઓગસ્ટ 2022ના રોજ તાઈવાનના દક્ષિણ પશ્ચિમ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં ઘૂસ્યા છે. બીજી બાજુ ચીનના મીડિયા રિપોર્ટ્સ મુજબ નેન્સી પેલોસીના તાઈવાન પહોંચ્યા બાદ ત્યાંનું રક્ષા મંત્રાલય અલર્ટ છે. એટલું જ નહીં આ પ્રવાસના પરિણામમાં ચાઈવાન વિરુદ્ધ 'ટારગેટેડ મિલેટ્રી એક્શન' પણ લેશે. 


તાઈવાનમાં લેન્ડ થયા બાદ નેન્સીનું નિવેદન
આ અગાઉ નેન્સે પેલેસીએ તાઈવાનમાં લેન્ડ થયા બાદ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમારા કોંગ્રેસ પ્રતિનિધિમંડળનો પ્રવાસ તાઈવાનના લોકતંત્રને સમર્થન કરવાની અમેરિકી પ્રતિબદ્ધતાને દેખાડે છે. અમારો પ્રવાસ સિંગાપુર, મલેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત ભારત-પ્રશાંતની વ્યાપક યાત્રાનો ભાગ છે. જે આપસી સુરક્ષા, આર્થિક ભાગીદારી અને લોકશાહી શાસન પર કેન્દ્રીત છે. તાઈવાનના નેતાઓની સાથે અમારી વાતચીત અમારા ભાગીદાર (તાઈવાન) માટે અમારા સમર્થનની પુષ્ટિ કરવા અને એક સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્રને આગળ વધારવા સહિત અમારા સંયુક્ત હિતોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત હશે. 


એકજૂથતાનો સંદેશ
તાઈવાન પહોંચીને નેન્સીએ કહ્યું કે તાઈવાનના 2.3 કરોડ લોકોની સાથે અમેરિકાની એકજૂથતા આજે પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે દુનિયા નિરંકુશતા અને લોકશાહી વચ્ચે વિકલ્પોનો સામનો કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે અમારો પ્રવાસ તાઈવાનના અનેક કોંગ્રેસ પ્રતિનિધિમંડળોમાંથી એક છે અને આ કોઈ પણ પ્રકારે અમેરિકાની નીતિનો  ભંગ કરતી નથી. અમેરિકા યથાશક્તિને બદલવાના એકતરફી પ્રયત્નોનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. 


ચીનની ધમકી બેઅસર
અમેરિકી કોંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે ભારતીય સમય મુજબ 8.15 વાગે તાઈવાનની રાજધાની તાઈપેના એરપોર્ટ પર લેન્ડ થયા. અમેરિકી રક્ષા મંત્રાલય તરફથી તેમને કડક સુરક્ષા વચ્ચે વાયુસેનાના વિમાન C-40C SPAR19 દ્વારા તાઈવાન પહોંચાડવામાં આવ્યા. તાઈવાનમાં તેમને પહોંચતા પહેલા ચીને અનેક ધમકીઓ આપી હતી કે તેઓ પેલોસીના વિમાનને લેન્ડ નહીં થવા દે. 


નેન્સીના પ્રવાસ વચ્ચે ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ પણ જાહેરાત કરી કે તેઓ ગુરુવારથી રવિવાર સુધી તાઈવાનની આજુબાજુના છ વિસ્તારોમાં લાઈવ ફાયર એક્સસાઈઝ સહિત મહત્વપૂર્ણ સૈન્ય અભ્યાસ અને તાલિમ કરશે. ચીને આ જાહેરાત એવા સમયે કર્યું કે જ્યારે પેલોસી તાઈપેમાં છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ દેશના રક્ષા મંત્રાલયે કહ્યું કે પીએલએ ઈસ્ટર્ન થિએટર કમાન્ડ તાઈવાનની આસપાસ જોઈન્ટ મિલેટ્રી ઓપરેશનનું સંચાલન કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube