2+2 વાર્તા: ભારતે NSGની સદસ્યતા અપાવવા માટે કામ કરશે વોશિંગટન
સુષમા સ્વરાજે કહ્યું કે તાજેતરમાં જ અમેરિકા દ્વારા વ્યૂહાત્મક વ્યાપાર સત્તા -1 લાયસન્સ છૂટ યાદીમાં ભારતને સામેલ કરવું ભારતના મજબૂત અને જમાબદાર નિર્યાત કંટ્રોલ નીતિને દર્શાવે છે.
નવી દિલ્હી: ભારત અને અમેરિકા નવી દિલ્હીને પરમાણુ સપ્લાયર્સ ગ્રુપનું સભ્ય પદ જલદી અપાવવા માટે એકસાથે મળીને કામ કરવા પર ગુરૂવારે સહમત થયા. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ તથા અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ અને રક્ષા મંત્રી જેમ્સ મેટિસ વચ્ચે પહેલી ટૂ પ્લસ ટૂ વાર્તા દરમિયાન બંને દેશોએ આ દિશામાં કામ કરવાનો સંકલ્પ વ્યકત કર્યો.
સંવાદદાતા સંમેલન દરમિયાન સુષમા સ્વરાજે કહ્યું કે તાજેતરમાં જ અમેરિકા દ્વારા વ્યૂહાત્મક વ્યાપાર સત્તા -1 લાયસન્સ છૂટ યાદીમાં ભારતને સામેલ કરવું ભારતના મજબૂત અને જમાબદાર નિર્યાત કંટ્રોલ નીતિને દર્શાવે છે. તેમણે કહ્યું કે 'અમારી બેઠકમાં આજે અમે ભારતને પરમાણુ આપૂર્તિકર્તા સમૂહનું સભ્યપદ ટૂંક સમયમાં અપાવવાની દિશામાં એકસાથે મળીને કામ કરવા પર સહમત થયા.'
એક સંયુક્ત વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે, ''અમેરિકાએ ઓસ્ટ્રેલિયા સમૂહ, વાસેનેર સંઘિ અને મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ સિસ્ટમ વ્યવસ્થામાં ભારતના પ્રવેશનું સ્વાગત કર્યું હતું અને પરમાણુ આપૂર્તિકર્તા સમૂહમાં સામેલ કરવા માટે પોતાના પૂર્ણ સમર્થનની વાત તો ફરીથી પુનરાવર્તિત કરે છે.'
રક્ષા કરાર પર હસ્તાક્ષર
'ટૂ પ્લસ ટૂ' વાર્તા બાદ ગુરૂવારે બંને વચ્ચે એક રક્ષા કરાર પર હસ્તાક્ષર થયા જેના હેઠળ ભારતીય સેનાને અમેરિકા સાથે મહત્વપૂર્ણ એન્ક્રિપ્ટિડ (કૂટરૂપે સુરક્ષિત) રક્ષા ટેક્નોલોજી મળશે. 'ટૂ પ્લસ ટૂ'માં બંને દેશોએ સીમાપાર આતંકવાદ, એનએસજીની સદસ્યતાના ભારતના પ્રયાસ અને વિવાદિત એચ-1 બી વિઝાના મુદ્દે ચર્ચા કરી.
ભારત-અમેરિકા સંબંધોની દિશાની સમીક્ષા
'ટૂ પ્લસ ટૂ' વાર્તા પહેલાં પોમ્પિઓની સાથે દ્વિપક્ષીય મુલાકાત વિશે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું કે તેમણે તાજેતરના મહિનામાં જ ભારત-અમેરિકા સંબંધોની દિશાની સમીક્ષા કરી અને સામૂહિક હિતવાળા વિભિન્ન ક્ષેત્રીય મુદ્દાઓ પર વિચારનું આદાન-પ્રદાન કર્યું.
ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણ સંબંધોને દ્વિપક્ષીય સંબંધોનું મહત્વપૂર્ણ તત્વ જણાવતાં વિદેશ મંત્રીએ કહ્યું કે આ વૃદ્ધિ અધિક ગહન આર્થિક ભાગીદારી માટે નવી તકો અને આધાર વધારી રહી છે જે વિનિર્માણનું સમર્થન કરે છે. જ્ઞાન અને નવોન્મેષિતાને પ્રોત્સાહિત કરે છે. રોજગાર સૃજન કરે છે અને વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સંસાધન પુરા પાડે છે.