Selfie વેચીને 22 વર્ષની ઉંમરમાં બની ગયો કરોડપતિ, આ રીતે કરે છે કમાણી
દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. લોકો અમીર બનવા માટે દિવસ-રાત મહેનત કરે છે. તો બીજી તરફ ઘણા લોકો ભાગ્યના ભરોસે બેસી રહે છે. આજે અમે તમને એક એવા છોકરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 22 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો હતો.
નવી દિલ્હીઃ દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. લોકો અમીર બનવા માટે દિવસ-રાત મહેનત કરે છે. તો બીજી તરફ ઘણા લોકો ભાગ્યના ભરોસે બેસી રહે છે. આજે અમે તમને એક એવા છોકરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 22 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો હતો. આ છોકરાએ સેલ્ફી વેચીને લગભગ 7 કરોડની કમાણી કરી છે.
ગોજાલી એવરીડે નામથી બનાવ્યો વિડીયો પ્રોજેક્ટ
અંગ્રેજી અખબાર ઈન્ડિપેન્ડન્ટમાં છપાયેલા સમાચાર અનુસાર, 22 વર્ષના છોકરાનું નામ સુલતાન ગુસ્તાફ અલ ગોઝાલી (Sultan Gustaf Al Ghozali) છે, જે ઈન્ડોનેશિયામાં રહે છે. ગુસ્તાફ હાલમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે. ગુસ્તાફે 'ગોઝાલી એવરીડે' નામનો વીડિયો પ્રોજેક્ટ બનાવ્યો છે, તેણે આ વીડિયો લોકોને મજા આવશે તે વિચારીને બનાવ્યો છે. જો કે, એનએફટી (NFT: Non-Fungible Token) એ આ પ્રોજેક્ટ અને ગોજાલીના ચિત્રો ખરીદ્યા. NFT ડિજિટલ એ ડિજિટલ વસ્તુ છે અને તે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખરીદી અને વેચવામાં આવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube