મેક્સિકો સિટીઃ મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીમાં સોમવારે રાત્રે મેટ્રો પુલનો એક સ્તંભ ધરાશાયી થવાથી કાટમાળમાં દટાવાને કારણે 23 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના સમયે પુલ ઉપરથી પસાર થઈ રહેલી મેટ્રો ટ્રેનના કોચ હવામાં લટકી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 70 લોકો ઈજાગ્રસ્ત છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. 


હજુ દુર્ઘટના સ્થળે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે
દુર્ઘટનાના તત્કાલ બાદ ઘટનાસ્થળે પહોંચેલા કટોકટી અને બચાવકર્મીઓએ કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યુ. ઘટનાસ્થળ પર એક ક્રેનની મદદથી કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. બચાવકર્મીઓ કાટમાળની નજીક જઈને ફસાયેલા લોકોની જાણકારી મેળવી રહ્યાં છે. મેટ્રોમાં સફર કરનાર ઘણા લોકોને ઈજા થવાની સૂચના છે, પણ તેની પુષ્ટિ થઈ શકી નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube