ગેરકાયદે પ્રવેશને કારણે અમેરિકી જેલમાં બંધ છે 2,382 ભારતીયો
હાલમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે શરણ માંગવા માટે ગેરકાયદેસર સરહદ પાર કરીને અમેરિકામાં પ્રવેશ કરવાના મામલામાં વિભિન્ન અમેરિકાની જેલમાં આશરે 2400 ભારતીયો બંધ છે.
વોશિંગટનઃ શરણ લેવા માટે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાના મામલામાં આશરે 2400 ભારતીયો અમેરિકાની વિભિન્ન જેલોમાં બંધ છે. હાલમાં જાહેર થયેલા આંકડા પ્રમામે, આ બંધ ભારતીયોમાં પંજાબીઓની સંખ્યા સૌથી વધુ છે.
આ જેલમાં બંધ લોકોનો દાવો છે કે, તે ભારતમાં હિંસામાંથી પસાર થયા છે કે સત્તામણીનો શિકાર થયા છે. સૂચનાના અધિકાર હેઠળ અમેરિકન પંજાબી એસોસિએશન (નાપા)ને જે સૂચના મળી છે તે અનુસાર 2382 ભારતીયો 86 અમેરિકી જેલોમાં બંધ છે.
10 ઓક્ટોબર સુધીના આંકડા પ્રમાણે 377 ભારતીય નાગરિક કેલિફોર્મિયાની એડેલાન્ટો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ સેન્ટરમાં કસ્ટડીમાં છે જ્યારે 269 ઇમ્પીરિયલ રિઝનલ એડલ્ટ ડિન્ટેશન ફેસેલિટીમાં અને 245 ફેડરલ કરેક્શનલ ઇન્ડસ્ટિટ્યૂશન વિક્ટરવિલેમાં કસ્ટડીમાં છે. નાપાના અધ્યક્ષ સતમાન એસ. ચહલે જણાવ્યું કે, સંઘીય જેલોમાં બંધ રહેલા વધુ લોકો શરણમાંગી રહ્યાં છે કે તેણે પોતાના દેશમાં હિંસા કે સત્તામણીનો સામનો કર્યો છે.