24 વર્ષના યુવકે 81 વર્ષની વૃદ્ધા સાથે કર્યા લગ્ન, કારણ જાણીને માથું ખંજવાળશો
યુક્રેનમાં વિન્નિત્સા શહેરમાં રહેતા અલેક્ઝેન્ડર કોન્ડ્રાટ્યૂક નામની વ્યક્તિએ સેનામાં ભરતી થતા બચવા માટે પોતાની 81 વર્ષની દાદીની ઉંમરની કઝીન સાથે લગ્ન કરી લીધા.
કહેવાય છે કે દેશની સેવા કરવી એ દરેક સુખમાંનું સૌથી શ્રેષ્ઠ સુખ છે. જેમ કે દેશની સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવી. આમ કરીને તમે દેશ માટે ઉત્તમ સેવા કરી શકો છો. પરંતુ એક છોકરાએ સેનામાં ભરતી ન થવું પડે એટલે પોતાની દાદીની ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. આ જાણીને તમને પણ ખુબ નવાઈ લાગશે. આ ચોંકાવનારો કિસ્સો યુક્રેનનો છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ આ વયોવૃદ્ધ વ્યક્તિ યુવકની કઝીન છે.
યુક્રેનમાં વિન્નિત્સા શહેરમાં રહેતા અલેક્ઝેન્ડર કોન્ડ્રાટ્યૂક નામની વ્યક્તિએ સેનામાં ભરતી થતા બચવા માટે પોતાની 81 વર્ષની દાદીની ઉંમરની કઝીન સાથે લગ્ન કરી લીધા. છોકરાની ઉંમર 24 વર્ષ છે. વાત જાણે એમ છે કે યુક્રેનમાં 18 વર્ષથી લઈને 26 વર્ષની વચ્ચેના દરેક વ્યક્તિએ સેનામાં સેવા આપવી જરૂરી છે. આ ઉંમરના દરેક યુવકે એક વર્ષ સેનામાં વિતાવવાનો હોય છે. પરંતુ એલેક્ઝેન્ડર આમ કરવા માંગતો નહતો. આથી તેણે તેની દાદીની ઉંમરની કઝીન સાથે જ લગ્ન કરી લીધા.
જુઓ LIVE TV