જયપુર: કોરોના વાયરસના જોખમ વચ્ચે 280 ભારતીયો મલેશિયામાં ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હજુ સુધી તેમને કોઈ મદદ મળી નથી. ઝી મીડિયાના માધ્યમથી આ ફસાયેલા લોકોએ વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે જેમ બને તેમ જલદી તેમને ઘરે પાછા ફરવાની મંજૂરી મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 દિવસથી આ બધા ભારતીયો એરપોર્ટ ઉપર જ હાજર છે અને ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. ત્યાં ફસાયેલા લોકોનું આ દર્દ છે કે આવા સમયમાં તેઓ પોતાના દેશ આવી શકતા નથી. ચેપ સતત દરેક જગ્યાએ ફેલાઈ રહ્યો છે પરંતુ આ લોકોની મદદ થઈ રહી નહતી. જો કે મલેશિયાની સરકાર અને ત્યાંની એનજીઓ ખાવા પીવાના સામાન અને અન્ય જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી રહી છે. આ બધા ભારતીયોને હજુ સુધી દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નથી. 


આશા છે કે ઝી મીડિયાના માધ્યમથી વિદેશ મંત્રાલયને કરાયેલી અપીલ જલદી કારગર નીવડશે અને જલદી અધિકારીઓ એક્શનમાં આવશે જેથી કરીને ફસાયેલા ભારતીયોને સુરક્ષિત દેશમાં પાછા લાવી શકાય. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube