29 વર્ષની આ મહિલાને કારણે શક્ય બની શકી `બ્લેક હોલ`ની પ્રથમ તસવીર
મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ કેથરીને આ સફળતા પોતાના અલ્ગોરિધમ (કલન ગણિત) દ્વારા પ્રાપ્ત કરી છે
નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ 10 એપ્રિલના રોજ દુનિયાને એ ઐતિહાસિક ફોટો દેખાડ્યો હતો, જેનો લોકો અનેક દાયકાઓથી રાહ જોતા હતા. આ તસવીર હતી બ્રહ્માંડમાં રહેલો 'બ્લેક હોલ'. આ અસામાન્ય ઉપલબ્ધ 200થી વધુ સંશોધનકર્તાઓની એક ટીમે પ્રાપ્ત કરી છે. જોકે, આ ટીમમાં એક મહિલા પણ છે, જેના કારણે જ દુનિયાને આ તસવીર મળી શકે છે.
આ મહિલાનું નામ છે કેથરીન બૂમૈન. મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએટ થયેલી કથરીને આ સફળતા પોતાના અલ્ગોરિધમ (કલન ગણિત) દ્વારા પ્રાપ્ત કરી છે.
કેથરીન ખગોળશાસ્ત્રી નથી, પરંતુ તે કમ્પ્યૂટર અલ્ગોરિધમની નિષ્ણાત છે. તેનું કામ ખગોળશાસ્ત્રીઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા બ્રહ્માંડના ડાટાને તસવીરનું સ્વરૂપ આપવાનું છે. આવું જ તેણે બ્લેક હોલની તસવીરની બાબતે કર્યું છે. વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓએ વિવિધ સ્રોતમાંથી બ્લોક હોલ સંબંધિત મહત્વના આંકડા એક્ઠા કર્યા હતા. ત્યાર બાદ કેથરીને આ ડાટાને પોતાના કમ્પ્યૂટર અલ્ગોરિધમ દ્વારા તેને તસવીરનું સ્વરૂપ આપ્યું છે.
ભારતના ASAT પરીક્ષણનો પેન્ટાગને કર્યો બચાવ, જાણો શું કહ્યું?
ખગોળશાસ્ત્રીઓએ બુધવારે બ્લેકહોલની પ્રથમ તસવીર દુનિયા સમક્ષ રજૂ કરી હતી. બ્રહ્માંડમાં રહેલા બ્લેકહોલમાં એક મજબૂત ગુરુત્વાકર્ષણ હોય છે અને તે તારાને ગળી ગાય છે. બ્લેક હોલ પૃથ્વીથીલ ગભગ 500 મિલિયન ટ્રિલિયન કિલોમીટરના અંતરે આવેલું છે, જેને 8 જુદા-જુદા ટેલિસ્કોપની મદદથી તસવીરમાં કેદ કરાયું છે. બ્લેકહોલ M87 ગેલેક્સીનો ભાગ છે.