લંડનઃ ટાઇમ્સ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય વિશ્વ વિદ્યાલયોને એકવાર ફરી ડંકો વાગ્યો છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) ઉભરતી અર્થવ્યવસ્થા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2020માં 11 ભારતીય વિશ્વ વિદ્યાલયોએ જગ્યા બનાવી છે. આ એક રેકોર્ડ છે. વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થા વાળા દેશોમાં ભારતીય યુનિવર્સિટીઓનું પ્રદર્શન આ વર્ષે સારૂ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

533 વિશ્વ વિદ્યાલયોની રેન્કિંગમાં ભારતીય સંસ્થાઓ
વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં 533 વિશ્વ વિદ્યાલયોની રેન્કિંગમાં ભારતીય વિશ્વવિદ્યાલયોને સ્થાન મળ્યું છે. ટોપ-100માં ભારતની આગળ ચીન છે, જેની 30 વિશ્વવિદ્યાલયો સામેલ છે. મંગળવારે સાંજે લંડનમાં જારી આ લિસ્ટમાં 47 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. આ રેન્કિંગ 2014માં શરૂ થઈ હતી, જ્યારે વિશ્વ સ્તર પર ખુબ ઓછી વિશ્વવિદ્યાલયોએ રેન્કિંગમાં ભાગ લીધો હતો. 


ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) તથા IITએ બનાવી જગ્યા
આ રેન્કિંગમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા   (IISc) 16માં સ્થાન પર છે. આ ભારતીય ટેક્નોલોજી સંસ્થા બાદ ભારતની ટોચના ક્રમની સંસ્થા છે. ટોપ-100માં સામેલ અન્ય યુનિવર્સિટીઓની વાત કરીએ તો રેન્કિંગમાં IIT ખડગપુર 23 સ્થાનની છલાંગ સાથે 32માં સ્થાન પર પહોંચી ગયું છે. IIT દિલ્હી 28 સ્થાનના સુધાર સાથે 38માં અને IIT મદ્રાસ 12 સ્થાન ઉપર આવીને 63માં સ્થાને છે. 


ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી રોપડ અને ઈન્સ્ટીટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીને પ્રથમવાર રેન્કિંગમાં સ્થાન મળ્યું છે અને બંન્ને ટોપ-100મા છે. આ પરિણામથી તે આશા કરવામાં આવી રહી છે કે અહીં વિદેશી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં વૃદ્ધિ થશે. ઓનલાઇન અભ્યાસની રજૂઆત અને વિશ્વભરની અન્ય ટોપ વિશ્વવિદ્યાલયોની સાથે શૈજ્ઞણિક સહયોગને પ્રોત્સાહન મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર


જુઓ LIVE TV