16 વર્ષના છોકરાની 31 વર્ષની પ્રેમિકા, બેડરૂમમાં પ્રેમીએ પોતે કરાવી હતી ડિલિવરી
નોર્થ બ્રિટનના કાઉન્ટી ડરહમમાં એક એવો કિસ્સો જોવા મળ્યો છે જેમાં 31 વર્ષની પોતાની પ્રેમિકાની ડિલિવરી 16 વર્ષના છોકારાએ ઘરે જ કરાવી.
કાઉન્ટી ડરહમ: નોર્થ બ્રિટનના કાઉન્ટી ડરહમમાં એક એવો કિસ્સો જોવા મળ્યો છે જેમાં 31 વર્ષની પોતાની પ્રેમિકાની ડિલિવરી 16 વર્ષના છોકારાએ ઘરે જ કરાવી. ફેસબુક પર આ યુવતી અને 16 વર્ષનો કિશોર મળ્યાં અને ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ પ્રાંગર્યો. મિરરના રિપોર્ટ મુજબ મહિલા અને કિશોરે 7 મહિનાના પ્રેમ પ્રસંગ બાદ માતા પિતા બનવાનું નક્કી કર્યું. કેથલીન માર્ટિન અને જેક ફુસિલ જૂન 2015ના રોજ ફેસબુક પર મળ્યા હતાં. ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા અને કેથલિને પોતાના બેડરૂમમાં જ પ્રેમી જેકની મદદથી બાળકને જન્મ આપ્યો.
કેથલિનના અગાઉના લગ્નથી બે બાળકો છે. પોતાનાથી અડધી ઉંમરના જેક સાથે સંબંધને લઈને તે થોડી ખચકાતી હતી. તેણે કહ્યું કે શરૂઆતમાં તેઓ ફેસબુક પર ચેટિંગ કરતા હતાં. ત્યારબાદ મુલાકાત થઈ અને બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયું. જ્યારે તે પ્રેગનેન્ટ થઈ ત્યારે જેક સાથે વાત શેર કરી અને તેણે તેનો સાથ આપવાનું નક્કી કર્યું.
કેથલિને જણાવ્યું કે જેકે બાળકની જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું. બાળકના જન્મ પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. વાત જાણે એમ હતી કે દુખાવાના કારણે હું 5 વાર હોસ્પિટલ ગઈ પરંતુ ડ્યુડેટ ન હોવાના કારણે મને પાછી મોકલી દેવાતી. પાંચમી વાર જ્યારે હોસ્પિટલમાંથી પાછી ફરી ત્યારે અચાનક મને લિક્વિડ નિકળવા લાગ્યું અને દુખાવાનો અહેસાસ થયો. મેં જેકને જણાવ્યું અને ત્યારબાદ જેકે હોસ્પિટલમાં ફોન કર્યો. કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે એટલે ડોક્ટરોના નિર્દેશ મુજબ ડિલિવરી બેડરૂમમાં જ કરાવી.
જો કે આ ઘટના અત્યારની નથી. ગત વર્ષની છે. જેક અને કેથલિનનું બાળક હવે 9 મહિનાનું થઈ ગયું છે. અને જેક પોતે પણ 18 વર્ષનો થઈ ગયો છે. કેથલિનને અગાઉના લગ્નથી 2 પુત્રો છે. જેકની ઉંમર કેથલિનના મોટા પુત્ર કરતા ફક્ત 5 વર્ષ વધુ છે. જો કે કેથલિન કહે છે કે અમારા પરિવારમાં ઉમરનું અંતર બહુ મહત્વ ધરાવતું નથી. જેકનું મારા પુત્રો સાથે સારું બોન્ડિંગ છે.