કાબુલઃ ઓમાન, દુબઈ બાદ વધુ એક મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો.... તાલિબાન શાસિત દેશમાં ભારે વરસાદ બાદ આવેલા વિનાશકારી પૂરે ચોતરફ ભારે તબાહી મચાવી.... ઉત્તરી પ્રાંત બાઘલાનમાં પૂરના કારણે 1000થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા.... તો અનેક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડના કારણે લોકોના મકાનોમાં મડ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.... કુદરતના કહેર સામે અત્યાર સુધી 300થી વધારે લોકોના મોત થયા છે... તો અનેક લોકો લાપતા છે... અફઘાનિસ્તાનમાં કુદરતે કેવો કહેર મચાવ્યો?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ  સ્થિતિ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના છે. અહીંયા શુક્રવારે આવેલા ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવી ગયું. જેના કારણે બગલાન પ્રાંતમાં ભારે તારાજી જોવા મળી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરનું પાણી અચાનક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી આવે છે... અને જોત જોતામાં કાચા મકાનોના બારી-દરવાજા તોડીને વહેવા લાગે છે.. .જેમાં ઘરની તમામ ઘરવખરી તણાઈ જાય છે.


અચાનક ભારે વરસાદના કારણે અફઘાનિસ્તાનના રસ્તાઓ પર નદીઓ નહીં પરંતુ સમુદ્ર વહેવા લાગી.... જેના કારણે ભલભલાના રુંવાડા ઉભા થઈ જાય. આ દ્રશ્યો પાણીની પ્રચંડ તાકાતની સાક્ષી પૂરે છે... જેમાં જોઈ શકાય છે કે પાણીની થપાટના કારણે મકાનની મજબૂત દીવાલ ધરાશાયી થઈ જાય છે અને પાણી ચારેબાજુ ફરી વળે છે.


આ પણ વાંચોઃ ભયંકર વાવાઝોડા અને ચકાચૌંધ રોશનીથી બદલાઇ ગયો આકાશનો રંગ, જુઓ PHOTOS


બગલાન પ્રાંતમાં પાણીની સાથે સાથે લોકોના ઘરમાં મોટા પ્રમાણમાં કાદવ-કીચડ ભરાઈ ગયો... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં મડ પહાડો પરથી નીચે આવી રહ્યો છે અને નીચાણવાળા મકાનોમાં પથરાઈ રહ્યો છે.


આકાશમાંથી આફતરૂપી વરસાદ પડતાં અફઘાનિસ્તાનમાં લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો... વિનાશકારી પૂરના કારણે 300થી વધારે લોકોના મોત થયા છે... જ્યારે 1000થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા છે... 1 અઠવાડિયા પહેલાં આવેલા વરસાદે પણ લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું... ત્યારે ફરી એકવાર કુદરતના કહેર સામે અફઘાનિસ્તાનમાં લોકો લાચાર બની ગયા છે.... અને ભગવાન પાસે રહેમની ભીખ માગી રહ્યા છે.