કાનો: પશ્ચિમોત્તર નાઈજિરીયામાં બંદૂકધારીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. જામફારા રાજ્યના શિનકાફી જિલ્લામાં ક્વારે ગામ પાસે મોટર સાઈકલ પર આવેલા બંદૂકધારીઓએ ગુરુવારે આડેધડ ફાયરિંગ કર્યું. એક સ્થાનિક પ્રમુખ સુકેમન શુઆએબુએ કહ્યું કે અમને અપરાધિક ગેંગના હુમલા બાદ નિગરાણી સમૂહના 32 લોકોના મૃતદેહો મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. કારણ કે અનેક લોકો હજુ લાપત્તા છે. ક્વારે નિવાસી અલુ વાદાતાઉએ જણાવ્યું કે આ હુમલામાં માર્યા ગયેલા લોકો વિસ્તારમાં કારોબારીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે તે મિલિશા ફોર્સના સભ્યો હતા.


જામફારા રાજ્ય પોલીસ પ્રવક્તા મોહમ્મદ શેહુએ હુમલાની પુષ્ટિ કરી પરંતુ તેમણે વધુ માહિતી ઉપલબ્ધ કરાવવાની ના પાડી દીધી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસ પહેલા જ વિસ્તારમાં ચાર ગામડાઓમાં પડેલા દરોડામાં 27 લોકોના મોત થયા હતાં. 


(ઈનપુટ-ભાષા)


વિદેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...