લંડન : બ્રિટનમાં એક 32 વર્ષની મહિલા પ્રેમી સાથે હોટલમાં રાત પસાર કરવા માટે પોતાનાં 3 બાળકોને ઘરના બેડરૂમમાં લોક કરી દીધા હતા. બેડરૂમમાં એક માત્ર લાઇટનો લેમ્પ હતો. જેના તાર અનેક જગ્યાએ ખુલ્લા હતા અને પ્લગ પણ તુટેલો હતો. તેનાથી આગ લાગવાની અથવા તો કરંટ લાગવાનો પણ ખતરો હતો. હવે મહિલાને 18 મહિનાના કેદ અને 150 કલાકની કમ્યુનિટી સર્વિસની સજા ફટકારવામાં આવી છે. બ્રિટિશ સમાચાર પત્રો અનુસાર 14 નવેમ્બરે પ્રેસ્ટન ક્રાઉનન કોર્ટે મહિલાને બાળકોની સંભાળમાં બેદરકારીને દોષીત માનતા 18 મહિના કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત મહિલાને 150 કલાકની સામુદાયિક સેવાની પણ સજા ફટકારવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલીથી નાખુશ PSI પોલીસ સ્ટેશન જવા દોડતા નિકળ્યા, રસ્તામાં થઇ ગયા બેહોશ અને...
સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી
સૌથી મોટા બાળકનો 7મો જન્મ દિવસ હતો.
ઘટના 15 સપ્ટેમ્બર, 2017નો છે, તે દિવસે મહિલાનાં સૌથી મોટા બાળકનો 7મો જન્મ દિવસ હતો. તે દિવસે મહિલાએ પોતાના પ્રેમી સાથે રાત વિતાવવા માટે લંકાશરનાં બર્નલીમાં હોલિડે ઇન એક્સપ્રેસ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. મહિલાએ પોતાની બહેનને બાળકોની સંભાળ લેવા માટે બોલાવી પરંતુ તે કોઇ કારણથી આવી શકી નહોતી. ત્યાર બાદ મહિલાએ બેડરૂમમાં એક બાલ્ટી, ટોઇલેટ પેપર અને સ્નેક્સનાં ઘણા પેકેટ મુકીને ત્રણેય બાળકોને લોક કરી દીધા હતા. ત્યાર બાદ મહિલા પોતાનાં પ્રેમીને મળવા માટે જતી રહી હતી. 


ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર

પિતાએ પોલીસને માહિતી આપી
મહિલાનાં પતિ તેનાથી અલગ રહે છે પરંતુ બાકોની બર્થડે માટે મોડી રાત્રે મહિલાના ઘરે પહોંચ્યો હતો. જો કે ત્યાં તાળુ જોયું અને અંદરથી બાળકોની રડવાનો અવાજ આવી ર્હયો હતો. જેથી તેણે તુરંત જ પોલીસને માહિતી આપી હતી. પોલીસ દરવાજો તોડીને બાળકો સુધી પહોંચી. 5 વર્ષ વચ્ચે પોલીસને જણાવ્યું કે, તેની માં એકલા મુકીને જતી રહી હતી. ત્યાર બાદ બાળકો સાથે તેનાં પિતા આખી રાત રહ્યા હતા. 


JNU કેમ્પસમાં ZEE NEWS નો કેમેરો જોઇને ટુકડે ટુકડે ગેંગના સભ્યો ગભરાયા!

સવારે ઘરે આવતાની સાથે જ મહિલાની ધરપકડ
બાળકોએ પોલીસને જણાવ્યું કે, તેની માં જતા પહેલા કોઇ ફોન પર વાત કરી રહી હતી અને તેને બેબ કહીને બોલાવી રહી હતી. પ્રેમીની સાથે રાત ગુજાર્યા બાદ બીજા દિવસે સવારે મહિલા ઘરે પહોંચી તો પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.