અમેરિકાના ચિલ્ડ્રન મર્સી કેનસાસ સિટી (હોસ્પિટલ)ની 36 નર્સ એક જ વર્ષમાં ગર્ભવતી બની છે. ગુગલના જણાવ્યાં મુજબ તે અમેરિકા (મિસૂરી)ની બેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ છે. અહીં ઈન્ટેન્સિવ કેર યુનિટ(ICU)ની 36 નર્સ એક સાથે પ્રેગ્નેન્ટ થઈ છે. કોઈનું આ પહેલું બેબી છે તો કોઈનું બીજુ બેબી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હોસ્પિટલે એક તસવીર પોતાના ફેસબુક પેજ પર શેર કરતા લખ્યું કે અમારા ઈન્ટેન્સિવ કેર નર્સરીની નર્સે અહીં આવનારા બાળકો માટે રાત દિવસ વિતાવ્યાં. તે પણ એવા સમયે કે જ્યારે તેઓ ગર્ભવતી હતી. આ તસવીર જૂન મહિનામાં લેવાઈ હતી. આ તસવીરમાં કેટલીક નર્સોના વર્ષ 2019માં જન્મેલા બાળકો અને કેટલીક નર્સો બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. અત્યાર સુધી 20 બાળકોનો જનમ થઈ ગયો છે. જેમાંથી 2 છોકરીઓ છે. ICNની આ ફેમિલીને શુભેચ્છાઓ. 



બાકીના 16 બાળકોના જન્મ આવનારા સમયમાં થશે. આ નર્સોની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ગુડ મોર્નિંગ અમેરિકાના જણાવ્યાં મુજબ હોસ્પિટલની એક નર્સ એલિસન રોન્કોએ મજાક કરતા કહ્યું હતું કે અહીં દર્દીઓ મજાક કરે છે કે તમારે ગર્ભવતી થવું હોય તો આ જગ્યાનું પાણી પીવો. 


રોન્કોએ 7 જાન્યુઆરી 2019ના રોજ બાળકીને જન્મ આપ્યો. તેના પુત્રનું નામ હેનરી છે. આ નર્સોનું કહેવું છે કે અમે બધા એકબીજાની દેખભાળ કરીએ છીએ અને એકબીજાના બાળકોનું ધ્યાન રાખીએ છીએ.