માતારામ (ઇંડોનેશિયા) : ઇંડોનેશિયાના લોમબોક દ્વ્રીપમાં રવિવારે ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. તેમાં 82 લોકોના મોતના સમાચાર છે અને અન્ય હજારો લોકો ઘાયલ થયા છે. ઇંડોનેશિયા હોનારત એજન્સીના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહોએ આજે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે હજારો બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચાનક આવેલા ભૂકંપથી પર્યટકો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાઇ ગયો છે. અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણ (યૂએસજીએસ)ના અનુસાર આ ભૂકંપની તીવ્રતા સાત હતી અને તેનું કેંદ્રબિંદુ લોમબોકના ઉત્તરી ક્ષેત્રમાં જમીનથી ફક્ત 10 કિલોમીટર નીચે હતું. અઠવાડિયા પહેલાં લોમબોક દ્વીપ પર આવેલા ભૂકંપમાં 12થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. માતારામ તલાશી અને બચાવ અને શોધખોળ એજન્સીના એક વરિષ્ઠ અધિકારી પ્રામુજાએ એએફપીને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને 82 પહોંચી ગઇ છે. 


અધિકારીઓએ કહ્યું કે નવીનતમ ભૂકંપમાં એક સંક્ષિપ્ત સુનામી ચેતાવણી જાહેર કરવામાં આવી હતી. તેનાથી બાલીના દેનપાસારમાં પણ બિલ્ડીંગોને નુકસાન પહોંચ્યું છે. આ બિલ્ડીંગોમાં એક ડિપાર્ટમેંટલ સ્ટોર અને એરપોર્ટ ટર્મિનલની બિલ્ડીંગ સામેલ છે. હવામાન વિજ્ઞાન, જલવાયુ વિજ્ઞાન અને ભૂભૌતિકી એજન્સીના અધિકારી ડી કર્ણાવતીએ કહ્યું કે સુનામીની ચેતાવણી ત્યારે પાછી લઇ લીધી હતી જ્યારે લહેરો ત્રણ ગામમાં માત્ર 15 સેંટીમીટર ઉંચી નોંધાઇ હતી. 


લોમબોકના હોનારત અધિકારી ઇવાન અસ્મારાએ કહ્યું કે લોકો ગભરાઇને પોતાના ઘરોની બહાર નિકળી ગયા. ડોનેશિયા ઇમરજન્સી ફાયરબ્રિગેડના પ્રવક્તા સુતોપો નુગ્રોહોએ જણાવ્યું કે શહેરમાં ક્ષતિગ્રસ્ત થઇ મોટાભાગની બિલ્ડીંગોમાં ખરાબ બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષા સંમેલન માટે લોમબોકમાં હાજર ગૃહ મંત્રીના શનમુગમના ફેસબુક પર જણાવ્યું કે કેવી રીતે તેમની હોટલનો રૂમ હલી રહ્યો હતો.