China માં રેમ્પ બ્રિજ ધરાશાયી, 4ના મોત, 8ને ઇજા
ચીનના હુબેઈ પ્રાંતના એઝોઉ શહેરમાં એક રેમ્પ બ્રિજનો ભાગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય 8 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. આ અકસ્માત શનિવારે બપોરે 3.36 વાગ્યે થયો હતો, જ્યારે એક્સપ્રેસ વે પરના રેમ્પ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો.
બીજિંગ: ચીનના હુબેઈ પ્રાંતના એઝોઉ શહેરમાં એક રેમ્પ બ્રિજનો ભાગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય 8 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. આ અકસ્માત શનિવારે બપોરે 3.36 વાગ્યે થયો હતો, જ્યારે એક્સપ્રેસ વે પરના રેમ્પ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે પુલ પરથી ત્રણ ટ્રક પડી ગયા. સિંગલ-કોલમ બ્રિજની નીચે એક કાર દબાઇ ગઇ, જેથી એકપ્રેસવેના બે તરફનો ટ્રાફિક બંધ થઇ ગયો. જે સમયે દુર્ઘટના સર્જાઇ તે સમયે મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 198 ટન વજન ધરાવતી ઓવરલોડેડ ટ્રક પડતાં તેના બે ટુકડા થઈ ગયા હતા, જેની નીચે અન્ય બે વાહનો દટાઈ ગયા હતા.
એક પ્રાંતીય ગવર્નર અને નાયબ પ્રાંતીય ગવર્નર બચાવ કાર્યનું નેતૃત્વ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે, અને ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને ફાયરકર્મીઓ રાહત કાર્યમાં જોડાઇ ગયા છે. અકસ્માતના કારણોની તપાસ હજુ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube