નવી દિલ્હી: ફોર્બ્સ મેગેઝીનની સૌથી અમીર ભારતીયોની સૂચિમાં મુકેશ અંબાણી સતત 12માં વર્ષે પહેલા ક્રમે છે. જ્યારે ગૌતમ અદાણી આઠમા ક્રમેથી છલાંગ સાથે બીજા સૌથી અમીર ભારતીય બન્યા છે. ખાસ વાત એ છે કે આ સૂચિમાં સામેલ સૌથી પાંચ અમીર ભારતીયોમાં ચાર ગુજરાતી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 51.4 અબજ ડોલર (3.5 લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 1507 અબજ ડોલર (1.10 લાખ કરોડ રૂપિયા) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર ગુજરાતીઓની કુલ સંપત્તિ 7 લાખ કરોડ રૂપિયા 
100 સૌથી અમીર ભારતીયોની સૂચિમાં ટોચના ચાર ગુજરાતીઓની કુલ સંપત્તિ 96.9 અબજ ડોલર (7 લાખ કરોડ રૂપિયા) છે. મુકેશ અંબાણા પિતા ગુજરાતના ચોરવાડના રહીશ હતાં જેમણે રિફાઈનરીથી લઈને ટેલિકોમ સુધીનો બિઝનેસ ઊભો કર્યો. મુકેશ અંબાણીએ જીયો દ્વારા ટેલિકોમ બિઝનેસ ક્ષેત્રે ડગ માંડ્યા બાદ પોતાની સંપત્તિમાં 28,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જીયોના 34 કરોડ ગ્રાહકો છે. 


ઊદ્યોગપતિઓ અને તેમની સંપત્તિ


   ઊદ્યોગપતિનું નામ                   સૂચિમાં સ્થાન                   કુલ સંપત્તિ
     મુકેશ અંબાણી                              1                          3.5 લાખ કરોડ રૂપિયા
    ગૌતમ અદાણી                              2                         1.10 લાખ કરોડ રૂપિયા
    પાલોનજી મિસ્ત્રી                            4                         1.05 લાખ કરોડ રૂપિયા
    ઉદય કોટક                                   5                         1.02 લાખ કરોડ રૂપિયા


એરપોર્ટ, ડેટા સેન્ટર્સથી અદાણીની ધાક વધી
અમદાવાદથી પોતાના કારોબારનું સામ્રાજ્ય ચલાવનારા ગૌતમ અદાણીએ આ વર્ષે સૂચિમાં આઠ ક્રમની છલાંગ લગાવી છે. તેમની સંપત્તિમાં આ વધારો એરપોર્ટ તથા ડેટા સેન્ટર્સ જેવા નવા ક્ષેત્રોમાં ડગ માંડ્યા બાદ થઈ છે. 


ટાટા સન્સથી પૈસા ઊભા કરી રહ્યાં છે પાલોનજી મિસ્ત્રી
ગુજરાતના જ નિવાસી શાપૂરજી ગ્રુપના પાલોનજી મિસ્ત્રી 15 અબજ ડોલર (1.05 લાખ કરોડ રૂપિયા)ની કુલ સંપત્તિની સાથે સૂચિમાં ચોથા સ્થાને છે. મિસ્ત્રી ભલે 2003માં આયરલેન્ડમાં વસી ગયા હોય પરંતુ તેમના મૂળિયા ગુજરાત સાથે જોડાયેલા છે. તેમને સૌથી વધુ આવક ટાટા સન્સની ભાગીદારીમાંથી થાય છે. જે ટાટા ગ્રુપના ઉદ્યોગોનું નિયંત્રણ કરે છે. 


જુઓ LIVE TV



કપાસથી લઈને બેંકિંગ સુધી સફર
ગુજરાતના લોહાણા સમુદાયથી તાલ્લુક રાખનારા ઉદય કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક સૂચિમાં પાંચમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 14.8 અબજ ડોલર ( 1.02 લાખ કરોડ રૂપિયા) છે. કપાસનો ધંધો કરનારા ગુજરાતી પરિવાર સાથે સંકળાયેલા ઉદય કોટકે 1980નમાં એક ફાઈનાન્શિયલ ફર્મની શરૂઆત કરી  જે આજે કોટક મહિન્દ્રા બેંક તરીકે ઓળખાય છે. 


સૂચિમાં આ વખતે છ નવા ચહેરા જોવા મળ્યાં છે. ફોર્બ્સ સિચ લિસ્ટ 2019 મુજબ ખુબ ઝડપથી આગળ વધનારી એડટેક કંપની બેજુના ફાઉન્ડર બૈજુ રવિન્દ્રણ, હલદીરામ સ્નેક્સના મનોહર લાલ તથા મધૂસુદન અગ્રવાલ, બાથરૂમ ફિટિંગ્સ જગુઆર બ્રાન્ડના માલિક રાજેશ મહેરા છે.