વોશિંગટનઃ કોરોના મહામારી દરમિયાન હેન્ડ સેટેનાઇઝરની માંગ ખુબ વધી ગઈ છે. આ દરમિયાન ઘણા નવા સેનેટાઇઝર પણ માર્કેટમાં આવી ગયા. હવે એક નવા અભ્યાસમાં સામે આવ્યું કે, તેમાં કેન્સર પેદા કરનાર કેમિકલ કાર્સિનોજેન (carcinogen) હોય છે. કનેટિકેટની ઓનલાઇન ફાર્મશી વૈલિશ્યોરનું કહેવું છે કે તેને ઘણી બ્રાન્ડના સેનેટાઇઝરમાં બેન્જીન મળ્યા છે. તેને એસ્બેટોસ જેટલું ખતરનાક માનવામાં આવે છે અને ઘણી કંપનીઓના ઉત્પાદનમાં અમેરિકી FDAને આઠ ગણી વધુ માત્રા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈલિશ્યોરે FDA ને લખેલા પત્રમાં કહ્યું કે, 'SARS-CoV-2 વાયરસને ફેલાતો રોકવા માટે બાળકો અને મોટાના ઉપયોગ કરારા ઉત્પાદકોમાં કાર્સિનોજેન બેન્જીન મળવું ચિંતાજનક છે. બેન્જીન એક તરલ કેમિકલ હોય છે અને સામાન્ય રીતે બેરંગ હોય છે પરંતુ સામાન્ય તાપમાન પર આછા પીછા રંગનું થઈ જાય છે. તે જ્વાળામુખીઓ અને જંગલની આગમાં નિકળે છે પરંતુ ડિટર્જનન્ટ, ડાઈ, લૂબ્રિકેન્ટ અને રબ્બરમાં મળે છે. 


આ પણ વાંચોઃ કોરોનાને ખતમ કરી દેશે એક ગોળી? મહામારીમાં ગેમ ચેંજર સાબિત થશે


ઘણી બ્રાન્ડમાં મળ્યુ બેન્જીન
વધુ બેન્જીનથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ પર્યાપ્ત માત્રામાં પેદા થતી નથી અને વાઇટ બ્લડ સેલ્સને નુકસાનથી ઇમ્યૂન સિસ્ટમ નબળી પડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે બેન્જીનને કેન્સર પેદા કરતું કેમિકલ ગણાવ્યું છે. FDA એ લિક્વિડ હેન્ડ સેનેટાઇઝર્સમાં બે પાર્ટ પર મિલિયનની મંજૂરી આપી છે પરંતુ સ્પ્રેજમાં આવું રિકમેન્ડશન નથી. વૈલિશ્યરે 168 બ્રાન્ડની 260 બોટલોનો અભ્યાસ કર્યો. તેમાં 17 ટકા બેન્જીનની માત્રા મળી. 


ઓનલાઇન ફાર્મસીના ટેસ્ટ રિઝલ્ટને યેલ યુનિવર્સિટીના કેમિકલ બાયોફિઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટેશન સેન્ટર એન્ડ બોસ્ટન એનાલિટિક્સે વેરિફાઇ કર્યા છે. વૈલિશ્યોરનું માનવું છે કે બેન્જીન આલ્કોહોલ પ્યૂરિફિકેશન દરમિયાન સેનેટાઇઝરમાં આવી ગયું પરંતુ પેકેજિંગ પહેલા તેને કાઢવાનું હોય છે. વૈલિશ્યોરે FDA ને અપીલ કરી છે કે આ ઉત્પાદકોને પરત લેવામાં આવી અને તેનું નિરીક્ષણ કરવામાં આવે. હેન્ડ સેનેટાઇઝરમાં બેન્જીનની માત્રા સીમિત કરવાની અપીલ પણ કરવામાં આવી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube