લંડન: યુકેના એક પોશ વિસ્તારમાં રેસકોર્સથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલા 35 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 354 કરોડ રૂપિયાના મેગા મેન્શન કે જે સામાન્ય લોકોની પહોંચ બહારનું કહેવાય તે માત્ર એક હજાર રૂપિયામાં લોકોને વેચાતું મળી શકે છે. વાત જાણે એમ છે કે શહેરમાં નેક કામના હેતુસર ચેરિટી માટે એક આયોજન થઈ રહ્યું છે. આથી તેના લકી ડ્રોની ટિકિટ 10 પાઉન્ડ સ્ટર્લિંગ એટલે કે આજની તારીખમાં ફક્ત 1012 રૂપિયા રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેગા મેન્શનની ખાસિયત
આ પ્રોપર્ટીની વાત કરીએ તો પાંચ બેડરૂમવાળા આ મેન્શનનો ગાર્ડન અને તેનું ઈન્ટિરિયર જબરદસ્ત છે. લક્ઝરી ફિનિશિંગવાળી આ ઈમારતની અંદર જવાની કોઈને મંજૂરી નથી. તેના લાઉન્જમાં દાખલ થતા જ તમને વીઆઈપી જેવી ફિલિંગ આવશે. આ શાનદાર ઘર એસ્કોટ રેસકોર્સથી માત્ર 10 મિનિટના અંતરે છે. અહીં મોટા મોટા પિલરવાળું પ્રવેશદ્વાર છે. જે વિઝિટર્સને એક સપનાની દુનિયામાં લઈ જાય છે. આ ઘરમાં ચાર મોટા આલિશાન રૂમ, એક લિફ્ટ અને ત્રણ ગેરેજ પણ છે. 


નેક કામમાં થશે ઉપયોગ
આ અભિયાન હેઠળ ઓમેઝ (Omaze)ફાઉન્ડેશનને એક લાખ પાઉન્ડ ચેરિટીમાં આપવામાં આવશે. ડ્રોની ટિકિટ 10 પાઉન્ડથી શરૂ થાય છે. આ વખતે યુકેના કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને પણ મદદ કરવામાં આવશે. મુહિમ સાથે જોડાયેલી સેલેબ્રિટી, આયરિશ સિંગર કોનન કીટિંગે પોતાના વીડિયો ઈન્ટરવ્યૂમાં તેને સપનાનું ઘર ગણાવતા કહ્યું કે આ અવિશ્વસનીય છે. શું અદભૂત જગ્યા છે. હું ત્યાં જવા માટે પોતાના ભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યો છું. 


જૂના સાથીઓ સાથે સંપર્કમાં છે સિંગર
સેલિબ્રિટી સિંગરે એવો પણ ખુલાસો કર્યો કે આ તેમનો એક આગામી પ્રવાસ છે. તેઓ હજુ પણ પોતાના બોયઝોન બેન્ડમેટ્સ(Boyzone bandmates) સાથે વોટ્સએપ ગ્રુપની ચેટ દ્વારા સંપર્કમાં છે. પરંતુ તેઓ તેમની સાથે રિયુનિયન કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે અમે કેન્સરથી પ્રભાવિત લોકો માટે અમારું મહત્વપૂર્ણ કામ ચાલુ રાખવા માટે જેટલું શક્ય હોય તેટલા પૈસા ભેગા થવાની આશા રાખીએ છીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube