પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી ભારતીય વ્યક્તિ ગોબિંદા પટનાયક દુગ્ગીવલાસાને આતંકી જાહેર કરાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે પડી ગયો છે. પાકિસ્તાન ઈચ્છતું હતું કે UNSC ની 1267 કમિટી આ પ્રસ્તાવ પાસ કરી દે. પરંતુ ભારત સહિત 5 દેશોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો. પાકિસ્તાને આરોપ  લગાવ્યો હતો કે ગોબિંદા પટનાયક તેના દેશમાં થયેલા આતંકી હુમલાઓમાં સામેલ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના આ મેલા ઈરાદાને માત આપવામાં ભારતને જે દેશોનો સાથ મળ્યો તેમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને અલ્બાનિયા સામેલ છે. જેમણે આ પ્રસ્તાવ ફગાવવામાં ભારતને મદદ કરી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ UNSC ના સ્થાયી સભ્યો છે. જ્યારે અલ્બાનિયા આ મહિના માટે પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ પાકિસ્તાને આવી જ એક કોશિશ કરી હતી પરંતુ ત્યારે પણ 5 દેશો તરફથી તે પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતિએ સમયની બરબાદી ગણાવ્યો હતો. 


સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજનયિક ટી.એસ ત્રિમુર્તિએ આ અંગે જાણકારી આપતી ટ્વીટ કરી. ટ્વીટમાં લખ્યું કે 'પાકિસ્તાન આતંકવાદને ધાર્મિક રંગ આપવાની કોશિશ કરી રહ્યું હતું અને 1267 હેઠળ સ્પેશિયલ પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવા માંગતું હતું.' તેમણે કહ્યું કે જે દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવને ફગાવ્યો તેમનો અમે આભાર માનીએ છીએ. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube