ટોક્યોઃ જાપાનના પશ્ચિમી ભાગમાં સોમવારે (9 એપ્રિલ) આવેલા 5.6ની તીવ્રતાના ભૂકંપમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ભૂકંપથી ભવન અને રોડને નુકસાન થયું છે. જ્યારે એજન્સીઓએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ફરી ભૂકંપના ઝટકા આવી શકે છે. ક્યોદો સંવાદ સમિતિના આ સમાચાર અનુસાર, યૂએસજીએસે આની તીવ્રતા 5.6 જણાવી છે. જ્યારે જાપાન ભૂકંપ એજન્સીએ તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 જણાવી હતી. ભૂકંપનો ઝાટકો હિરોશિમાથી નજીક 96 કિલોમીટર દૂર હોન્શુ દ્વીપમાં સૌથી વધુ અસર થઈ. આ ભૂકંપની સ્થાનિક સમયાનુસાર મોડી રાત્રે આશરે 1.32 કલાકે આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાની એજન્સીઓએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે. એજન્સીના અધિકારી તોશીયુરી માત્સુમોરીએ સંવાદદાતાઓને કહ્યું, જે જગ્યાએ ભૂકંપના ઝટકા આવ્યા છે ત્યાંના લોકોને આવનારા સપ્તાહ સુધી સાવચેત કહેવાની અપીલ કરીએ છીએ. ભવિષ્યમાં અહીં પાંચની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. મહત્વનું છે કે જાપાની સ્કેલ પર સૌથી ઝડપી ભૂકંપની તીવ્રતા સાત છે. તેમણે કહ્યું કે, ભૂકંપ આવ્યા બાદ ઝટકા આગામી બે-ત્રણ દિવસ સુધી જારી રહે છે. 


સોમવારે આવેલા ભૂકંપમાં પાંચ લોકો ઘાયલ થઈ ગયા છે. એક 17 વર્ષિય યુવકનો પગ ભાંગી ગયો છે. શહેરમાં 100થી વધુ મકાનોને નુકસાન થયું છે. સેનાને અસ્થાઇ જલ પ્રબંધન માટે મોકલવામાં આવી છે. કેટલાક ભવનો અને રોડને નુકસાન થયું છે.