સાઉદી પ્રિન્સના પાકિસ્તાન પહોંચતા પહેલાં 5 વિશેષ ટ્રક શા માટે પહોંચ્યા?
નવી દિલ્હીઃ સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વડા પ્રધાન ઈમરાન ખાનના વિશેષ આમંત્રણ બાદ પ્રથમ વખત પાકિસ્તાન પહોંચી રહ્યા છે. બે દિવસના આ પ્રવાસમાં પ્રિન્સ સલમાન પાકિસ્તાનને 10 બિલિયન ડોલર એટલે કે લગભગ 7 ખબર કરતાં વધુ એમઓયુની સોગાત આપવાના છે. આથી પાકિસ્તાન તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.
ખનીજ તેલથી સંપન્ન સાઉદી અરબના પ્રિન્સ સલમાન લગભગ આ અઠવાડિયે ભારતના પડોશી દેશનો પ્રવાસ ખેડી શકે છે. જોકે, સુરક્ષાના કારણોસર તેમના પાકિસ્તાન આગમનની તારીખે જાહેર કરાઈ નથી. જોકે, પ્રિન્સ સલમાનના પાકિસ્તાન પહોંચતા પહેલાં સાઉદી અરબથી વિશેષ 5 ટ્રક અહીં પહોંચી ચૂક્યા છે અને તેમને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે.
સાઉદી દૂતાવાસના સૂત્રોએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, ઈસ્લામાબાદ પહોંચેલા આ પાંચ ટ્રકમાં સાઉદી પ્રિન્સના કસરતના મશીન અને ફર્નીચર છે. ટ્રકની સાથે જ તેમની સુરક્ષા ટીમ અને સાઉદી મીડિયાના પ્રતિનિધિ પણ ઈસ્લામાબાદ પહોંચી ચૂક્યા છે. આ અગાઉ પ્રિન્સ સલમાન જ્યારે સાઉદીના સંરક્ષણ મંત્રી હતા ત્યારે તેમણે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો.
પાકિસ્તાનને મળશે મોટો ખજાનો, સાઉદી અરબ આપશે 7,09,15,00,00,000 રૂપિયાની ભેટ
પ્રિન્સ સલમાન બે દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન આવાસમાં રહેશે. તેમના સ્ટાફ માટે ઈસ્લમાબાદની બે ટોપ હોટલો બૂક કરાઈ છે. ક્રાઉન પ્રિન્સ પોતાના પ્રવાસમાં વડા પ્રધાન ઈમરાન ખાન અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને ટોચના સેનાના કમાન્ડરોને પણ મળશે.
આ પ્રવાસ દરમિયાન સાઉદી પ્રિન્સ પાકિસ્તાન સાથે 10 બિલિયન ડોરલથી વધારે એટલે કે લગભગ 7,09,15,00,00,000 રૂપિયાના ત્રણ મોટા એમોયૂ પર હસ્તાક્ષર કરી શકે છે. સાઉદી પ્રિન્સ સાથે 40 ટોચના બિઝનેસમેનનું એક જૂથ પણ પાકિસ્તાન આવી રહ્યું છે.