અમેરિકામાં હાઈવે પર એક બાદ એક 60 વાહનો વચ્ચે ટક્કર, 50ને ઈજા
દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે, ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાને આ દુર્ઘટનામાં યોગદાન આપ્યું છે.
વોશિંગટનઃ અમેરિકા (US)ના રાજ્ય વર્જીનિયા (Virginia)માં એક માર્ગ પર એક સાથે 60થી વધુ વાહનોની ટક્કર થવાને કારણે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના રવિવારે વિલિયમ્સબર્ગની પાસે આંતરરાષ્ટ્રીય રાજમાર્ગ 64 પર થઈ છે.
દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાને આ દુર્ઘટનામાં યોગદાન આપ્યું છે.
રાહત બચાવ ટુકડીને ઈજાગ્રસ્તો સુધી પહોંચવા માટે અને દુર્ઘટનાગ્રસ્ત વાહનોને વચ્ચે હટાવવા અને ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે કલાકો લાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....