નવી દિલ્હી : નેપાળના બાલુવાતર સ્થિત ઇન્ટરનેટ સેવા આપતી સુબિશુના ઓફિસ બિલ્ડીંગાં બુધવારે એકાએક ભીષણ આગ લાગી હતી. જેને પગલે અહીં 500 મિલિયન નેપાળી રૂપિયા બળીને ખાખ થઇ ગયા છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 31 કરોડ રૂપિયા થવા જાય છે. 
સ્થાનિક સમય અનુસાર બપોરે અંદાજે એક વાગે આગ લાગી હતી. આ ઇમારતમાં જ્યારે આગ લાગી ત્યારે અંદર 200થી લોકો હાજર હતા. જેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા હતા. પરંતુ અહીં રાખેલા કરોડો રૂપિયા બળી ગયાનું સામે આવી રહ્યું છે. આ આગ અંગે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, બેરલમાં રાખેલા પેટ્રોલને લીધે આગ ભડકી હતી.